આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતીઓએ જરૂર જોવી જોઈએ…

- ડો. જયંતીલાલ ગડા
`હું હિન્દુ-મુસલમાનને ખુશ કરવા માટે સત્તા પર નથી બેઠો, એમને સુખી કરવા માટે બેઠો છું.’
ગુજરાતનું ગૌરવ અને ભારતનું અભિમાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ પર મયૂર કે. બારોટે `મેન ઑફ સ્ટીલ – સરદાર’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક મિહિર ભુતા છે.
ગુજરાતી ભાષામાં સરદાર પટેલ પર તૈયાર થનારી આ સૌ પ્રથમ ફિલ્મ છે ,જેમાં સરદાર સાહેબનાં જીવન અને સંઘર્ષના અનેક જાણીતા-અજાણ્યા પ્રસંગો પર ખૂબ જ સંશોધન કરીને રજૂ કરવામાં આવ્યા છે. બોલિવૂડમાં આરઆરઆર ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી અનેક સુપરડુપર હિટ ફિલ્મોના નિર્માતા અને
પેન સ્ટુડિયો’ના ડિરેક્ટર ડો. જયંતીલાલ ગડાને આ ફિલ્મ સાથે સંકળાવાનું ફિલ્મના નિર્માતા મયૂર કે બારોટે કહ્યું . એ વિનંતીને ધ્યાનમાં રાખીને ડો. જયંતીલાલ ગડાએ આખી ફિલ્મ જોઈ અને પછી ફિલ્મની સાથે સંકળાવાનો નિર્ણય કર્યો હતો.
સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તૈયાર થયેલી આ ફિલ્મને ઉમળકાભેર આવકારવી જોઈએ એવી અપીલ ડો. જયંતીલાલ ગડાએ વિશ્વભરમાં વસનારા ગુજરાતીઓને કરી છે.
આપણ વાંચો : મનોરંજનનું મેઘધનુષ: હર્ષવર્ધન રાણે: બોલિવૂડમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કરવામાં સફળ