મનોરંજનનું મેઘધનુષ: હર્ષવર્ધન રાણે: બોલિવૂડમાં પોતાનું અલગ જ સ્થાન ઊભું કરવામાં સફળ

- ઉમેશ ત્રિવેદી
કોઈ ફિલ્મ ખૂબ જ ચાલી હોય અને તેની ગણના ક્લાસિક' ફિલ્મમાં થતી હોય તો એ ફિલ્મ 10 વર્ષે કે પચીસ વર્ષે રી-રિલીઝ કરવાનો ટે્રન્ડ બોલિવૂડમાં ચાલુ થયો છે.
શોલે’ જેવી ફિલ્મનાં 50 વર્ષ થાય તો તેને ફરી રિલીઝ કરવામાં આવે એ આપણે માની શકીએ, પણ સાવ નવા-નવા હીરો-હીરોઈન સાથેની ફિલ્મ રિલીઝ થઈ હોય અને રિલીઝ વખતે તે ફ્લોપ થઈ હોય છતાં લગભગ નવ વર્ષ બાદ ફરી રિલીઝ કરવામાં આવે અને ત્યારે તે `બોક્સ ઓફિસ’ ગજાવે એવું માત્ર ને માત્ર એક જ ફિલ્મના કિસ્સામાં થયું છે.
આ ફિલ્મ છે `સનમ તેરી કસમ.’ આ ફિલ્મ પહેલી વાર પાંચમી ફેબ્રુઆરી 2016ના રિલીઝ થઈ હતી, પણ ત્યારે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર બાદ આ ફિલ્મ 2025માં 7 ફેબ્રુઆરીએ રી-રિલીઝ થઈ અને ત્યારે તેણે રી-રિલીઝ ફિલ્મોની કમાણીમાં રેકોર્ડ નોંધાવ્યો હતો.
આટલું વિસ્તારથી જણાવવાનું કારણ એ કે સનમ તેરી કસમ'માં હર્ષવર્ધન રાણે હતો અને આજે આપણે આ
હીરો’ની વાત કરવાના છીએ. હિન્દીમાં હર્ષવર્ધન રાણેની એ પ્રથમ ફિલ્મ હતી, પણ એ અગાઉ તે તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂક્યો હતો અને ત્યાં તેણે સફળતા પણ ખૂબ મેળવી હતી.
16 ડિસેમ્બર, 1983ના આંધ્ર પ્રદેશમાં તેલુગુભાષી માતા અને મરાઠીભાષી પિતાને ત્યાં જન્મેલા હર્ષવર્ધન રાણેએ અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી છે. 2007થી 2008 દરમિયાન લેફ્ટ રાઈટ લેફ્ટ' નામની સિરિયલમાં દેખાયો હતો. ત્યાર પછી 2010માં આવેલી તેલુગુ ફિલ્મ
થકીતા થકીતા’થી લોકો તેને ઓળખવા લાગ્યા હતા.
2012માં તેલુગુ ભાષાની બે ફિલ્મ, 2013માં એક ફિલ્મ અને 2014માં તેની ચાર તેલુગુ ફિલ્મો રિલીઝ થઈ હતી. 2016માં આવેલી હિન્દી ફિલ્મ સનમ તેરી કસમ'થી તે વધુ લોકપ્રિય થયો અને હવે આગામી એકાદ-બે અઠવાડિયામાં તેની હિન્દી ફિલ્મ
એક દિવાને કી દિવાનીયત’ રજૂ થવાની છે. આ નવ વર્ષ દરમિયાન તેને સનમ તેરી કસમ' માટે સ્ટારડસ્ટ
સુપરસ્ટાર ઓફ ટુમોરો’ નામનો એવોર્ડ પણ મળ્યો.
2017માં તેણે ફીદા' નામની ફિલ્મમાં સાઈ પલ્લવી સામે કેમિયો કર્યો હતો. 2018માં જે. પી. દત્તાની મલ્ટીસ્ટાર ફિલ્મ
પલટન’માં મેજર હરભજન સિંહના પાત્રમાં તે છવાઈ ગયો હતો. 2020 તૈઇશ', 2021માં
હસીન દિલરૂબા’, 2022માં તારા વર્સેસ બિલાલ', 2024માં ડાંગે, સાવી અને મિરાન્ડા બ્રધર્સ જેવી હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાં
હસીન દિલરૂબા’માં તાપસી પન્નુ હતી. `સાવી’માં તેની સાથે દિવ્યા ખોસલા અને અનિલ કપૂર જેવાં કલાકારો હતાં.
તેની આગામી ફિલ્મ `એક દિવાને કી દિવાનિયત’માં તે મુખ્ય ભૂમિકામાં છે અને તેની હીરોઈન સોનમ બાજવા છે. આ ફિલ્મનું ટે્રલર રિલીઝ થયું ત્યારથી જ તેણે ઉત્કંઠા જગાવી છે.
ફિલ્મમાં નામ પ્રમાણે જ આ એક `લવસ્ટોરી’ છે.
હિન્દી ફિલ્મનાં ચીલાચાલુ અભિનેતા કરતાં અલગ જ છાપ ધરાવતો હર્ષવર્ધન રાણે દક્ષિણના અભિનેતાઓ જેવો `રફ-ટફ’ દેખાય છે અને તેને એ પ્રકારની ફિલ્મો જ મળી રહી છે. આજે 41મે વર્ષે હર્ષવર્ધન પોતાનું અલગ જ સ્થાન ઊભું કરી શક્યો છે.
11થી 17 ઓક્ટોબર જૂની સિરીઝ આકર્ષણનું કેન્દ્ર રહેશે
ઘઝઝનું હોટસ્પોટ
ઓસ્ટે્રલિયા સામે ભારત ત્રણ વન ડે અને પાંચ ટી-20 મેચ રમવાનું છે. વન-ડેની વિશેષતા એ છે કે તમને રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરી પેડ બાંધીને મેદાનમાં ઉતરતા જોઈ શકશો અને કદાચ આ બંને દિગ્ગજ ક્રિકેટરોની આ છેલ્લી સિરીઝ હોવાની શક્યતા છે. જો કે, ઓસ્ટે્રલિયા સામેની વન-ડે સિરીઝની શરૂઆત 19 ઓક્ટોબરથી થવાની છે, તે દરમિયાન આપણે ઓટીટી પર રજૂ થનારી સિરીઝ અને ફિલ્મો વિશે માહિતી મેળવીએ.
આવતા અઠવાડિયાથી દિવાળીના તહેવારો શરૂ થશે. એટલે 18 થી શરૂ થનારા નવા અઠવાડિયા દરમિયાન નવી-નવી ફિલ્મો અને સિરીઝોનું પ્રસારણ શરૂ થશે, પણ હાલમાં કઈ ચેનલ પર કઈ ફિલ્મ કે સિરીઝ ટે્રન્ડ કરી રહી છે તે આપણે જાણી લઈએ…
અમેઝોન પ્રાઈમ: અનુષ્કા શેટ્ટી, વિક્રમ પ્રભુ, રામ્યાકૃષ્ણન અને જગત્પતિ બાબુ અભિનીત આ ફિલ્મનું પ્રસારણ શરૂ થયું છે અને બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયેલી `ઘાટી’ ફિલ્મ ઓટીટી પર લોકોને આકર્ષી રહી છે.
ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી: સુશાંતસિંહ રાજપૂત, દિવ્યા મેનન, આનંદ તિવારી અને સ્વસ્તિકા મુખજીર્ની આ ફિલ્મ પણ લોકો રસથી જોઈ રહ્યા છે.
જિયો હોટસ્ટાર: અહીં અત્યારે અસુર, સ્પેશ્યલ ઓપ્સ, સ્પેશ્યલ ઓફ્સ સિઝન ટુ અને ક્રિમિનલ જસ્ટિસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઝી-ફાઈવ: ઝી-ફાઈવ પર ક્રાઈમ બીટનું પુનરાગમન થયું છે, સાથે જ જનાવર અને જારણ જોવાનું પણ લોકો પસંદ કરી રહ્યા છે.
ડિઝની હોટસ્ટાર: અજય દેવગણ, રાશી ખન્ના, અતુલ કુલકર્ણી અને આશિષ વિદ્યાર્થી અભિનીત `દ્દા: ધ એજ ઓફ ડાર્કનેસ’માં લોકોને રસ પડી રહ્યો છે.
એમ એક્સ: આ ઓટીટી ચેનલ પર રક્તાંચલ-સીઝન ટુ, સિક્સર, ગોલ્ડન બોય અને
રાઈઝ એન્ડ ફોલ’ તરફ દર્શકો આકર્ષાયા છે.
આપણ વાંચો : ફિલ્મનામા : બચ્ચન-ઘઈની `દેવા’ ડબ્બામાં કેમ ગઈ?