મનોરંજનનું મેઘધનુષઃ આર્યન ખાન: વધુ એક `સ્ટાર સન’નું આગમન

- ઉમેશ ત્રિવેદી
બોલિવૂડના કિગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હવે 28મે વર્ષે બોલિવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે અને એ પણ એક અભિનેતા તરીકે નહીં, પણ દિગ્દર્શક તરીકે. આ માટે ય આર્યન ખાને બોલિવૂડની હિન્દી ફિલ્મ નહીં, પણ ઓટીટી પર રજૂ થનારી સિરીઝ પસંદ કરી છે.
જો કે, એની આ પહેલી જ સિરીઝ તેનાં નામને કારણે વિવાદાસ્પદ થાય તેવી શક્યતા છે. આ સિરીઝનું ખરેખર નામ છે, ધ બાસ્ટર્ડર્સ ઓફ બોલિવૂડ' પણ અંગ્રેજી નામમાંથી કેટલાક શબ્દો પડતાં મૂકીને આ સિરીઝનું નામ હવે
ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ કરવામાં આવ્યું છે.
`ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો દિગ્દર્શક અને લેખક આર્યન ખાન છે અને આ સિરીઝનું નિર્માણ શાહરૂખ ખાનની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં બોબી દેઓલ, મોના સિંહ, રાઘવ જુયાલ, મનોજ પાહવા જેવાં કલાકારો દેખાશે અને સાથે જ શાહરૂખ ખાન, સલમાન ખાન કેમિયો કરતાં જોવા મળશે.
12 નવેમ્બર 1997માં જન્મેલા આર્યન ખાને મુંબઈમાં શાળા શિક્ષણ પૂરું કર્યું છે અને ત્યાર પછી યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા'માંથી એણે ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણ માટેની
બેચલર ઓફ આર્ટસ’ની ડિગ્રી મેળવી છે.
આર્યન દેખાવમાં પિતા શાહરૂખ ખાન યુવાનીમાં હતો એવો જ અદ્દલ દેખાય છે. પોતાની સિરીઝના અનાવરણ વખતે એને જોઈને અનેક લોકોએ કહ્યું કે શાહરૂખ ખાન ખરેખર યુવાનીમાં આવો જ લાગતો હતો.
બોલિવૂડમાં પ્રવેશતાં પહેલા આર્યન ખાને એક ઉદ્યોગપતિ તરીકે પણ શરૂઆત કરી હતી. 2022માં એણે તૈયાર કપડાંની કંપની બીજાં બે ભાગીદાર સાથે મળીને શરૂ કરી હતી. લક્ઝરી બ્રાંડના વસ્ત્રો ઉપરાંત વોડકા અને સ્કોચની નવી બ્રાંડ ઊભી કરી હતી. આર્યનની આ કંપનીનું નામ `દ’યાવોલ’ છે.
આ ઉપરાંત આર્યન ખાને પિતાને લઈને પોતાની કંપનીના લકઝરી બ્રાંડના કપડાંની જાહેરખબર બનાવી તેનું દિગ્દર્શન કર્યું હતું અને તેમાં એણે મોડેલિંગ પણ કર્યું હતું. જો કે, આ અગાઉ કભી ખુશી કભી ગમ'માં એણે શાહરૂખ ખાનના બાળપણની ભૂમિકા પણ ભજવી હતી. 2019માં આવેલી હોલિવૂડની ફિલ્મ
ધ લાયન કિગ’માં આર્યને ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.
પોતાની આગામી સિરીઝમાં આર્યનની એક અભિનેતા તરીકે પણ ઝલક જોવા મળી શકશે. આ સિરીઝનાં પ્રમોશન માટે એક ખાસ ગીત તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં તે દક્ષિણની ખૂબ જ જાણીતી અભિનેત્રી શ્રીલીલા સાથે `ઠુમકા’ લગાવતો જોવા મળે છે.
આમ, એક એન્ત્રપ્રેન્યોર તરીકે શરૂઆત કરનાર આર્યન બોલિવૂડમાં એક દિગ્દર્શક તરીકે કેમેરાની પાછળ રહીને પોતાના પિતા શાહરૂખ ખાનને અને બીજાં કલાકારોને `નચાવતો’ રહે છે કે એ પોતે પણ કેમેરાની સામે અભિનય કરતો દેખાશે કે નહીં એ તો અલ્લાહતાલ્લા જ કહી શકે!
ખેર, અત્યારે તો પોતાની પહેલી જ સિરીઝ દ્વારા વિવાદ ઊભો કરનારા આ `સ્ટાર-સન’ની કારકિર્દી જરૂર લાંબી ચાલશે એમ કહી શકાય.
OTTનું હોટસ્પોટ
પાંચ સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર આ અઠવાડિયું રમતગમતના પ્રેમીઓ માટે…
*ઓટીટી અને રમતગમતના પ્રેમીઓ માટે આ અઠવાડિયું ખાસ બની રહેશે. સોની લીવ' અને
જિયો હોટસ્ટાર’ પર નવ સપ્ટેમ્બરથી `એશિયા કપ’નું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે, જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત સહિત આઠ દેશના મુકાબલાની શરૂઆતની આ ક્રિકેટ મેચ માણવા માટે તૈયાર થઈ જાઓ.
*જિયો હોટસ્ટાર’ પર ઇંગ્લિશ પ્રીમિયર લીગ તેમ જ પ્રો- કબડ્ડી લીગ પણ જોવા મળશે. આ સિવાય 12 સપ્ટેમ્બરે રોમકોમ રેમ્બો ઈન લવ' અને અંગ્રેજી સિરિયલ
ટાસ્ક’ જોવા મળશે.
*નેટફ્લિક્સ: ઈન્સ્પેક્ટર ઝેન્ડ' (મનોજ બાજપાઈ, જીમ સરભ) પાંચમી સપ્ટેમ્બરે અને 12 સપ્ટેમ્બરે
સૈયારા’ (બોલિવૂડની હાલની સૌથી વધુ કમાણી કરનારી અને યુવાનોમાં લોકપ્રિય એવી આ ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની મુખ્ય ભૂમિકા છે.)
*ડિઝની હોટસ્ટાર: થંડર બોલ્ટસ' અને
એટમિ સિરીઝનું આકર્ષણ.
*એમેઝોન પ્રાઈમ: ડુ યુ વોન પાર્ટનર' (તમન્ના ભાટિયા-ડાયના પેન્ટી અભિનિત) *એમએક્સ પ્લેયર: હિન્દી શ્રેણી
રાઈઝ એન્ડ ફોલ.’
આપણ વાંચો: ફ્લૅશ બૅકઃ પિતા હિટ તો પુત્ર સુપરહિટ…