મેટિની

ક્લેપ એન્ડ કટ..! : `ભાઈ’ કો કર્ણાટક મોડલ પસંદ હૈ!

  • સિદ્ધાર્થ છાયા

દેશમાં અત્યારે સિંગલ સ્ક્રીન મરણ પથારી ઉપર છે. દેશનો એક ખૂબ મોટો વર્ગ એવો છે જેને મલ્ટિપ્લેક્સની ટિકિટ પોસાતી નથી. હાલમાં એક પોડકાસ્ટમાં શો મેન સુભાષ ઘાઈએ ખૂબ યથાર્થ વાત કરી હતી. એમણે કહ્યું હતું કે આપણે મલ્ટિપ્લેક્સની ટિકિટનો ભાવ ઊંચો રાખીને મધ્યમવર્ગને જ સિનેમાથી દૂર ખસેડી દીધો છે.

સુભાષ ઘાઈની આ દલીલને જાણે કે સમર્થન કરતો હોય તેમ સલમાન ખાને પણ આ વાતને અલગ રીતે રજૂ કરી છે. પોતાની આવનારી ફિલ્મ સિકંદરના' પ્રમોશન દરમિયાન જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કેકર્ણાટકમાં ફિલ્મ ટિકિટ પર `કેપ’ મૂકવામાં આવ્યો છે કે કોઇ પણ ફિલ્મની ટિકિટ 200 રૂપિયાથી ઊંચી ન હોવી જોઈએ એ વિશે તમાં શું માનવું છે?’

જવાબમાં સલમાને ફક્ત આ વાતનું સમર્થન જ ન કર્યું, પરંતુ તેમાં ઉમેરો કરતાં કહ્યું કે પોપકોર્નના ભાવ ઉપર પણ કેપ હોવી જોઈએ એટલુંજ નહીં, આ કમાણીમાંથી પણ પ્રોડ્યુસર્સને શેર મળવો જોઈએ. સલમાને એ પણ ઉમેર્યું કે અત્યારે આપણે ત્યાં ફક્ત 6 હજાર સ્ક્રીન છે, પણ આપણને હજી બીજા 20 હજાર સ્ક્રીનની જરૂર છે. જો આમ થશે તો આપણી ફિલ્મો દેશના ખૂણેખૂણે પહોંચશે અને વધુને વધુ લોકો ફિલ્મોને માણી શકશે.

આ પણ વાંચો:: શું ફિલ્મ સેલિબ્રિટીઝનું સોશિયલ મીડિયા પર હોવું જરૂરી છે?

ભાઈની આ વાતને મલ્ટિપ્લેક્સ માલિકો કેવી રીતે લે છે એ તો પછીની વાત છે પણ દેશભરની રાજ્ય સરકારો આ વાત પર પણ ધ્યાન આપશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે!

આ તે માસ્ટર શેફ કે માસ્ટર ફિક્સિંગ?

રિયાલિટી શોઝમાં વિવાદ ઊભો થાય તો જ આ પ્રકારના શોઝ ચાલે એ વાત આપણે ત્યાં જગજાહેર છે. આ જ વાતને જાણે એક સમયે ફક્ત શ્રેષ્ઠ રસોઈ બનાવી શકતા સામાન્ય વ્યક્તિઓની સ્પર્ધા તરીકે લોકપ્રિય બનેલા માસ્ટર શેફ' કાર્યક્રમમાં પણ અપનાવી લેવામાં આવી છે. આજકાલસેલિબ્રિટી માસ્ટર શેફ’ સ્પર્ધા ચાલી રહી છે. અહીં નીકી તંબોલી અને ગૌરવ ખન્ના વચ્ચે શરૂઆતથી જ કોઈને કોઈ વાતે વાંધા પડવાની ઘટનાઓ બનતી રહી હતી. ક્યારેક આ તિખારો આગનું રૂપ લેશે એવી ભીતિ તમામને હતી અને એવું બન્યું પણ ખં.

હાલમાં એક ચેલેન્જમાં પોતાને મળેલા કોઈ એડવાન્ટેજનો લાભ લેતા ગૌરવને એક જ ટાસ્ક કરવા માટે બે કલાક મળ્યા હતા, જ્યારે અન્યોને તેનાથી ઘણો ઓછો સમય મળ્યો હતો. આથી અન્ય સ્પર્ધકો ગૌરવની મશ્કરી ઉડાડી રહ્યા હતા કે ખાલી `પૂરી- સબ્ઝી’ બનાવવા માટે ગૌરવને બે કલાક મળ્યા છે. આ મશ્કરીના જવાબમાં ગૌરવે બધા જ સ્પર્ધકો સામે ગાજરના છોતરાં ઉડાડ્યા હતા.

આનાથી બીજા કોઈને તો વાંધો ન આવ્યો, પરંતુ નીકી તંબોલી તો ગૌરવ પ્રત્યે કદાચ જૂની ખીજ મનમાં રાખીને બેઠી હશે એટલે એણે આ ઘટનાને પોતાનું અપમાન ગણાવીને શો અધવચ્ચે છોડી દીધો. નીકી શો છોડીને ઘરે જતી રહી હોત તો વાત અલગ હતી, પણ અહીં તો એ મનામણા પછી પરત આવી, શોના એ જ ટાસ્કમાં ફરીથી ભાગ લીધો અને એ ટાસ્ક જીતી પણ લીધો! આટલું જ નહીં, સેલિબ્રિટી જજોએ નીકીની રસોઈના વખાણ પણ કર્યા. એક શો ચલાવવા માટે આ ફિક્સિંગ નથી તો બીજું શું છે, બોલો?

ઓસ્કર્સ પ્રત્યે દીપિકાનો આક્રોશ

દીપિકા પદુકોણ થોડા સમય અગાઉ ફ્રાંસની મુલાકાતે હતી. અહીં ભારતીય સિનેમા અને ઓસ્કર્સ વિશે એને પૂછવામાં આવ્યું. પત્યું !
દીપિકાનું દર્દ કહો તો દર્દ અને આક્રોશ કહો તો આક્રોશ એની મેળે બહાર ઉછળી આવ્યો. દીપિકાએ કહ્યું કે ભારતની ઘણી `ઓસ્કર્સ વર્ધી’ ફિલ્મો છે જેને ઓસ્કર મળવો જોઈતો હતો, પરંતુ (જાણીજોઈને) એ આપવામાં ન આવ્યો.

દીપિકાનું કહેવું હતું કે જ્યારે `આરઆરઆર’ના નાટુ નાટુ ગીતને ઓસ્કર અવોર્ડ મળ્યો ત્યારે એ પોતે અત્યંત ભાવુક થઇ ગઈ હતી ને ગર્વ પણ થયો હતો. જોકે, એ પહેલાં અને એ પછી પણ એવી ઘણી ભારતીય ફિલ્મો બની છે જેને ઓસ્કર્સ મળવો જોઈતો હતો, પરંતુ મળ્યો નથી.

આ પણ વાંચો:લતાજીને ઘરમાંથી ઠપકો કેમ મળ્યો?

દીપિકાનો આમ કહીને ઈશારો લાપતા લેડિઝ',ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ અને `તુંબાડ’ જેવી ફિલ્મો પર હતો, જે દીપિકાના મતે ઓસ્કર્સને લાયક ફિલ્મો હતી.

કટ એન્ડ ઓકે..

`કલાકારે મર્યાદામાં રહેવું જોઈએ તો પછી જનતાએ…?’

મેલબર્નના એક શોમાં ગાયિકા નેહા કક્કડ ત્રણ કલાક મોડી પહોંચ્યા બાદ દર્શકોએ મચાવેલા હોબાળા પર નેહાના સિંગર ભાઈ ટોની કક્કડની પ્રતિક્રિયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button