મેટિની

ક્લેપ એન્ડ કટ..! : ખિલાડી કુમાર અનાડી બનતા બચી ગયો !

  • સિદ્ધાર્થ છાયા

ટીકા કરવી સહેલી છે, પણ ટીકા સહન કરવી અઘરી છે. ટીકા કોઈ સારા અર્થમાં કરવામાં આવી હોય તો કોઈને પણ તેને સ્વીકારવામાં વાંધો હોય જ નહીં. હાલમાં એક કાર્યક્રમમાં આજકાલની ફિલ્મો વિષે ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચામાં જયા બચ્ચને હાલની ફિલ્મોની અને તેના ટાઈટલ્સની આકરી ટીકા કરી હતી. જયા બચ્ચનનું કહેવું હતું કે `ટોઇલેટ એક પ્રેમ કથા’ આવું તો કોઈ ટાઈટલ હોય? હું તો આવી ફિલ્મમાં કામ ન કં !

અક્ષય કુમારે ઉપરોક્ત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી એને આ પ્રકારના ટાઈટલ્સ અને ફિલ્મો વિષે પ્રશ્ન કર્યો ત્યારે અક્ષયનું કહેવું હતું કે હશે કોઈ મૂર્ખ જેણે આ પ્રકારની ફિલ્મોની ટીકા કરે!'. અક્ષયે સામાજિક સંદેશાઓ આપતી ફિલ્મ કરી છે, જેમાંપેડમેન’ પણ સામેલ છે. પછી પેલા સળીખોર પત્રકારે કહ્યું કે આવું મેં નહીં, પરંતુ જયાજીનું કહેવું છે.' આ સાંભળીને મૂંઝવણમાં મુકાયેલા અક્ષયે વાત વાળી લેવાના ટોનમાં ઉમેર્યું :ઓહ, `એમણે (જયા બચ્ચને) કહ્યું હશે તો સાચું જ કહ્યું હશે!’

કેવો નબળે યુ-ટર્ન !

બાદશાહ હોય કે ખેલાડી, બોલિવૂડની દુનિયામાં સંબંધ તો સાચવવો પડે ને? વળી જયાજી માત્ર બોલિવૂડના પહેલા પરિવારના સભ્ય જ નથી, એ એક માનનીય સંસદસભ્ય પણ છે એટલે ખિલાડી કુમારે ડબલ ધ્યાન રાખવું પડ્યું!
હૃતિક રોશન: વિવાદનો અંત?

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : પહેલાં પૈસા… પછી ફિલ્મ ‘ફૂલે’!

ગયા શુક્રવારે આપણે ક્લેપ એન્ડ કટ' માં જાણ્યું હતું કે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં હૃતિક રોશન ઉપર આરોપ મુક્યો હતો. એ આરોપમાં કહેવાયું હતું કે હૃતિકના ચાહકો પાસેથી તગડી રકમ વસૂલ્યા બાદ પણ એ ચાહકને એના હીરો સાથે સરખી રીતે વાતચીત કરવા દેવામાં નહોતી અને અમને હૃતિક સાથે સેલ્ફી અને અન્ય ફોટોગ્રાફ પણ નહોતા ખેંચવા દેવામાં આવ્યા. જોકે, હૃતિક રોશનને અમેરિકામાં મળવા આવેલા એના અન્ય ચાહકોએ હવે કશું જ બન્યું નથી અમને તો હૃતિક સાથે આરામથી વાતચીત કરવા મળી અને અમે તો હૃતિક સાથે ઢગલો ફોટોગ્રાફ્સ પણ પાડ્યા હતા!. હૃતિકના અમેરિકાના પ્રવાસના આયોજકોએ પણ પેલા દાવાને ફગાવી દીધો ને સાથે ઉમેર્યું કે અમને બદનામ કરવા માટે આવા આક્ષેપ થયા હતા હૃતિકના ફેન્સે એની સમગ્ર યાત્રા દરમિયાન 150 થી 200 ફોટોગ્રાફ્સ પાડ્યા છે.' આ સમગ્ર ટૂરનું નામરંગોત્સવ’ રાખવામાં આવ્યું હતું અને સામાન્ય પબ્લિક ઉપરાંત સ્પોન્સર્સ અને અન્યોએ સાથે મળીને 50 હજારથી પણ વધુ ટિકિટો ખરીદી હતી એવો આયોજકોનો દાવો છે.

38 વર્ષે શ્રીનગરમાં ઉજવાશે ભવ્ય ફિલ્મ પ્રીમિયર

કાશ્મીર વિશે બનેલી ફિલ્મ `ગ્રાઉન્ડ ઝીરો’ એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવા જઈ રહી છે. ઇમરાન હાશ્મી અભિનીત આ ફિલ્મનું રેડ કાર્પેટ પ્રીમિયર શ્રીનગરમાં આયોજિત થશે. શ્રીનગર ઉપરાંત સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં 38 વર્ષ બાદ આવું દમદાર આયોજન થવાનું છે.

આ ફિલ્મ આમ તો 25 એપ્રિલે સમગ્ર ભારતમાં રિલીઝ થશે, પરંતુ આજે સાંજે શ્રીનગરમાં તેનું ગ્રાન્ડ રેડ કાર્પેટ પ્રીમિયર આયોજિત થઇ રહ્યું છે.

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : `ભાઈ’ કો કર્ણાટક મોડલ પસંદ હૈ!

ફિલ્મની વાર્તા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સિનીયર કમાન્ડર ગાઝી બાબાને ભારતીય સુરક્ષા દળો દ્વારા કઈ રીતે એલિમીનેટ કરવામાં આવ્યો તેની આસપાર ફરે છે. હીરો ઇમરાન હાશ્મી `ગ્રાઉન્ડ ઝીરો’માં બીએસએફ કમાન્ડન્ટ નરેન્દ્ર નાથ ધર દૂબેનું પાત્ર ભજવે છે..

આ ફિલ્મનું સમગ્ર શૂટિગ પણ કાશ્મીરમાં થયું છે અને ભારતની આતંકવાદ સામેની હાલની લડાઈના એક મહત્ત્વના પણ અજાણ્યા પ્રસંગને લોકો સુધી પહોંચાડવાની નેમ સાથે તેને બનાવવામાં આવી છે.

કટ એન્ડ ઓકે…

`જ્યારે તમે એમની સામે થાવ છો ત્યારે તમારી દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવે છે અને તમને અનેક જાતના પ્રશ્નો પૂછવામાં આવે છે!’

રૂપાલી ગાંગુલીની ઓરમાન પુત્રી એષા વર્માનો રૂપાલી પર આરોપ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button