ફોકસ: નાની ફિલ્મોની મોટી કમાણી! | મુંબઈ સમાચાર
મેટિની

ફોકસ: નાની ફિલ્મોની મોટી કમાણી!

  • ડી. જે. નંદન

આ વર્ષે ભારતીય સિનેમામાં ઓછા બજેટવાળી ફિલ્મોએ બાજી મારી લીધી. ઓછા બજેટની ફિલ્મો કે જેમાં વાર્તા સારી હોય કે જે દર્શકોને જકડી રાખે. આવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી અને સાથે સાથે દર્શકોના મન પર પણ રાજ કર્યું. એના પરથી એ અંદાજો લગાડી શકાય કે, દર્શકોને મસાલા ફિલ્મો કરતા એવી ફિલ્મો જોઈએ છે કે જે હૃદયને સ્પર્શી જાય.

ફિલ્મ ‘સય્યારા’ની વાત કરીએ તો માત્ર 45 કરોડમાં બનેલી ફિલ્મ છે જેમાં અહાન પાંડે અને અનિતા પડ઼ા છે. આ નવા કલાકારોએ તો સફળતાનાં રેકોર્ડ બનાવ્યા છે જે કોઈ મોટી બજેટવાળી ફિલ્મ ન બનાવી શકે. આ ફિલ્મ અત્યાર સુધીમાં 450 કરોડનો બિઝનેઝ કરી ચુકી છે. આ ફિલ્મની સફળતાએ એ પુરવાર કર્યું કે, ભવ્ય સેટવાળી કે મોટા બજેટની ફિલ્મ કરતા સારી વાર્તા અને સારા સંગીતવાળી ફિલ્મો દર્શકો પસંદ કરે છે. 15 કરોડમાં બનેલી ‘મહાવતાર નરસિમ્હા’એ ભારતમાં 288 કરોડનો વકરો કર્યો હતો. અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત એનિમેટેડ ફિલ્મ છે .

2025માં સૌથી વધારે બિઝનેઝ કરનારી તમિલ ફિલ્મ ‘ટૂરિસ્ટ ફેમિલી’ છે. આ ફિલ્મમાં એમ. શશીકુમાર, સિમરન, મિથૂન જયશંકર અને કમલેશ જગન મુખ્ય ભૂમિકામાં છે. ટૂરિસ્ટ ફેમિલીની વાર્તા એક શ્રીલંકા સ્થિત એક તમિળ પરિવાર પર આધારિત છે. જે શ્રીલંકામાં આર્થિક સંકટ ભોગવ્યા બાદ ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત આવે છે. માત્ર 7 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાં 100 કરોડથી પણ વધારે કમાણી કરી છે.

પહેલા જ દિવસે ‘ટૂરિસ્ટ ફેમિલી’એ 2.35 કરોડ રૂપિયાની શાનદાર કમાણીથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ 5 અઠવાડિયા સુધી લગાતાર બોક્સ ઓફિસ પર પોતાની પકડ બનાવવામાં સફળ રહી હતી. આ ફિલ્મે આ વર્ષની 2025ની સૌથી વધારે કમાઈ કરવાવાળી ફિલ્મ ‘છાવા ’ને પણ પાછળ પાડી દીધી હતી. વિકી કૌશલની આ ફિલ્મે લગભગ 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, અને આ ફિલ્મ માત્ર 90 કરોડ રૂપિયામાં બની હતી. આ ફિલ્મે 800 કરોડ રૂપિયાનો પ્રોફિટ મેળવીને ખૂબ જ નામ કર્યું હતું.

આ ફિલ્મો સિવાય ‘હાઉસફુલ-5’ જેવી અન્ય બોક્સ -ઓફિસ હિટ ફિલ્મો દુનિયાભરમાં માત્ર 300 કરોડ રૂપિયા જ કમાવી શકી હતી. જોકે આ 225 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ફિલ્મ હતી, જે આશા પ્રમાણે પ્રોફિટ રળી શકી નથી. સલમાન ખાનની ‘સિકંદર’ પણ આ જ કેટેગરીમાં આવે છે. આમિર ખાનની સિતારે ઝમીં પર ફિલ્મે પણ સારું પર્ફોર્મન્સ આપ્યું છે. હિન્દી ફિલ્મ ભૂલચૂક માફ જે માત્ર 45 કરોડમાં બની હતી, પરંતુ બોક્સ-ઓફિસ પર એણે 90 કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી.

આ વર્ષે મોટા બજેટની અનેક ફિલ્મોને લઈને એવી અટકળો લગાવવામાં આવી હતી કે એ ફિલ્મો બોક્સ-ઓફિસ પર હિટ સાબિત થશે. જોકે પ્રોડ્યૂસર્સ-ડિરેક્ટર્સની સાથે દર્શકો પણ નિરાશ થયા હતા. અક્ષય કુમારની સ્કાય ફોર્સ ભલે દેશભક્તિની ફિલ્મ હોય, પરંતુ કઈ ખાસ કમાણી નથી થઇ. સની દેઓલની જાટ પણ બ્લોકબસ્ટર ન બની.

એવામાં એટલું કહી શકાય કે નિર્માતા-નિર્દેશક માટે પણ આ એક બોધપાઠ છે કે તેઓ સ્ટાર-પાવરને બદલે સ્ટોરી પર ધ્યાન આપે. ભલે ફિલ્મ ઓછા બજેટની હોય, પરંતુ સ્ટોરી સારી હોવી જોઈએ. આ વાતને રિજનલ સિનેમા સારી રીતે જાણે છે. બોલિવૂડ પણ આ વાતને જલદી સમજો લે તો સારું છે.

આ પણ વાંચો…ફોકસ : દીપિકા ને શોએબે ભાણેજને આપી અણમોલ ગિફ્ટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button