કવર સ્ટોરી : અક્ષયની અનોખી ત્રિરાશિ

- હેમા શાસ્ત્રી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રિલોજી પ્રકાર જાણીતો છે. જોકે, મિસ્ટર ખિલાડીએ વિશિષ્ટ પ્રકારની ત્રણ ફિલ્મોમાં કામ કરવાની સિદ્ધિ મેળવી છે.
ફિલ્મ મેકિગમાં એક ટ્રિલોજી (ગુજરાતીમાં ફિલ્મ ત્રયી’ તરીકે ઓળખાય છે)નો પ્રકાર ખાસ્સો જાણીતો છે. હોલિવૂડમાં તો અનેક ટ્રિલોજી ફિલ્મ બની છે. સરખામણીમાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં આવીફિલ્મ ત્રયી’નું ઓછું ખેડાણ જોવા મળે છે. જોકે, આપણે ત્યાં પાત્ર આધારિત ટ્રિલોજીના ઘણાં ઉદાહરણ જોવા મળે છે. આવી ફિલ્મોની વાત નીકળે ત્યારે સૌપ્રથમ વિશ્વ વિખ્યાત ફિલ્મમેકર સત્યજિત રાયની અપ્પુ ટ્રિલોજી’ (પાથેર પાંચાલી, અપરાજિતો અને અપૂર સંસાર) યાદ આવી જાય. બંગાળી ભાષામાં બનેલી આ ફિલ્મ વિશ્વભરમાં અનેક ભાષા બોલતા લોકોએ જોઈ છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાંફ્લોપ ઝાઝી અને હિટ સાવ થોડી’ એવા હિસાબ કિતાબ હોવા છતાં વ્યસ્ત અભિનેતા `મિસ્ટર ખિલાડી’ ઊર્ફે અક્ષય કુમારએ એક અનોખી ટ્રિલોજી પોતાના નામે કરી છે જે જાણવા જેવી વાત છે.
હાલ અક્ષય કુમારનું નામ જે ફિલ્મો સાથે સંકળાયેલું છે એમાં હેરા ફેરી 3′ (શૂટિગ શરૂ થવાનું બાકી),જોલી એલએલબી – 3′ (સપ્ટેમ્બરમાં રિલીઝ), ભૂત બંગલા’ (શૂટિગ પૂર્ણ) અનેહૈવાન’ (આ મહિને જ શૂટિગ શરૂ થયું છે)નો સમાવેશ છે. જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શન દિગ્દર્શિત હૈવાન’માં અક્ષય અને સૈફ 17 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. છેલ્લેટશન’ (2008)માં બંને સાથે જોવા મળ્યા હતા. અલબત્ત, એ પૂર્વે મૈં ખિલાડી તુ અનાડી’,યે દિલ્લગી’ અને `તુ ચોર મૈં સિપાહી’માં બંનેએ સાથે કામ કર્યું હતું અને દર્શકોએ આ ફિલ્મોને વધાવી પણ લીધી હતી.
હૈવાન’ સંદર્ભે અક્ષયે એક બહુ સરસ વાત કરી છે, જે ટ્રિલોજી સાથે એક સાવ અનોખો સંબંધ સ્થાપિત કરે છે. આ ફિલ્મમાં અક્ષય વિલનનો રોલ કરી રહ્યો છે. અલબત્ત, ખલનાયકી સાથે અક્ષયનો પનારો અગાઉ પણ પડ્યો છે.અજનબી’, ઐતરાઝ’,ધડકન’ અને `2.0’માં એની નેગેટિવ ભૂમિકા હતી. ચારમાંથી એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નહોતી નીવડી. મતલબ કે દર્શકો અક્ષયના ખલનાયક અવતારને પસંદ કરે છે.
દિગ્દદર્શક પ્રિયદર્શનની ફિલ્મના ટાઈટલ વિશે પૂછવામાં આવતા એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે રમૂજમાં કહ્યું છે કે આ ફિલ્મ મારા ભાગ્યમાં લખાઈ હતી એવું મારું માનવું છે. એનું કારણ જણાવું. પહેલા મેંજાનવર’ (1999 – દિગ્દર્શક સુનીલ દર્શન) કરી હતી. ત્યારબાદ ઈન્સાન’ (2004, દિગ્દર્શક કે. સુભાષ) નામની ફિલ્મ કરી હતી. હવે હુંહૈવાન’ ટાઈટલ ધરાવતું ચિત્રપટ કરી રહ્યો છું. એટલે એક રીતે ટ્રિલોજી – ઈન્સાન, જાનવર અને હૈવાન – પૂર્ણ થાય છે. જોકે, આવી ફિલ્મો કરવાનું કોઈ આયોજન નહોતું પણ બસ, એ થઈ ગયું.’
જોવાની વાત એ છે કે જાનવર’ સુપરહિટ હતી જ્યારેઈન્સાન’ સુપરફ્લોપ હતી. હૈવાન’ના બોક્સ ઓફિસ પર કેવા હાલહવાલ થશે એ તો હવે ખબર…હા, અહીં એ પણ નોંધવું જોઈએ કેહેરાફેરી 3′ બનશે જ એવી સત્તાવાર જાહેરાત થઈ હોવાથી અક્ષયનું નામ `હેરા ફેરી’ની ટ્રિલોજી સાથે પણ જોડાઈ ગયું છે.
હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં ભારતમાં જન્મેલાં કેનેડિયન ફિલ્મમેકર દીપા મહેતાની ટ્રિલોજી વિશિષ્ટ પ્રકારની છે. એલિમેન્ટ્સ ટ્રિલોજી’ (તત્ત્વ ત્રયી) બનાવનારા કદાચ એ વિશ્વનાં એક માત્ર ફિલ્મકાર છે. હોલિવૂડમાં પણ આ પ્રકારની ફિલ્મો બની હોય એવું કોઈ પણ ઉદાહરણ નથી. દીપા મહેતાએફાયર’ (1996), અર્થ’ (1998) અનેવોટર’ (2005) એમ ત્રણ ફિલ્મ બનાવી એક અનોખી ટ્રિલોજી પોતાના નામે કરી હતી. ફાયર’માં લેસ્બિયન સંબંધોનો મુદ્દો હતો અને ફિલ્મે ખાસ્સો વિવાદ ખડો કર્યો હતો. શબાના આઝમી અને નંદિતા દાસ મુખ્ય કલાકાર હતાં. બે વર્ષ પછી આવેલીઅર્થ’ (આમિર ખાન, નંદિતા દાસ)માં 1947માં પડેલા ભારતના ભાગલા કેન્દ્રસ્થાને હતા જ્યારે વોટર’ (સીમા બિશ્વાસ, લીઝા રે)માં આશ્રમમાં રહેતી વિધવા નારીઓની વ્યથાનું નિરૂપણ હતું.અર્થ’ અને `વોટર’ને બેસ્ટ ફોરેન ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી હતી, પણ બંને ફિલ્મ નોમિનેશનથી આગળ નહોતી વધી શકી.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ‘ભાઈ’એ એક્શનને કહ્યું: આવજો!
અમિતાભ બચ્ચનનું નામ પણ ટ્રિલોજી સાથે સંકળાયેલું છે. રામ ગોપાલ વર્માએ અમિતજી સાથે સરકાર’ (2005),સરકાર રાજ’ (2008) અને સરકાર 3′ (2017) બનાવી હતી. ત્રણેય ફિલ્મમાં બિગ બી સુભાષ નાંગરેના રોલમાં હતા. પહેલી બે ફિલ્મનો બોક્સ ઓફિસ હિસાબ કિતાબ ઉજળો રહ્યો હતો, જ્યારે ત્રીજી ખાસ કંઈ ઉકાળી નહોતી શકી. આ બધા ઉપરાંત, અન્ય પણ કેટલીક ટ્રિલોજી બની છે જેમાંધ તાશ્કંદ ફાઈલ્સ’ (2019), ધ કશ્મીર ફાઈલ્સ’ (2022) અનેધ બેંગાલ ફાઈલ્સ’ (2025) ઉપરાંત રેસ’,ધૂમ’ ઈત્યાદિ ઈત્યાદિ ફિલ્મોનો સમાવેશ છે. જોકે, અક્ષયની ટ્રિલોજી સાવ `અનોખી’ છે એ વાત સ્વીકારવી રહી.
મેરિલ સ્ટ્રીપના અનોખા રોલ…
ઈતિહાસના ચોપડે હોલિવૂડની પહેલી ટ્રિલોજી તરીકે The Wizard of Oz series (The Patchwork Girl of Oz, The Magic Cloak and His Majesty Scarecrow of Oz)ના નામ અંકિત છે. આ ફિલ્મો 1914થી 1936 દરમિયાન રિલીઝ થઈ હતી. જોકે, આ ત્રણ ફિલ્મોના કંઈ બહુ વાજાં નહોતાં વાગ્યાં એટલે બહુ જૂજ દર્શકોએ જોઈ હશે. હોલિવૂડની સૌથી પ્રખ્યાત ટ્રિલોજી છે ગોડફાધર સિરીઝ’ – The Godfather, The Godfather – 2 and The Godfather – 3. પહેલી બે અનુક્રમે 1972 અને 1974માં રિલીઝ થઈ હતી, જ્યારે ત્રીજી છેક 1990માં રજૂ થઈ હતી. અલ પચીનો અને માર્લોન બ્રાન્ડો મુખ્ય કલાકાર હતા. જોકે, આ વિશ્વ વિખ્યાત ટ્રીલોજી પહેલા 1960ના દાયકામાં પણ એક ધૂમ ધડાકા એક્શન ફિલ્મની ટ્રિલોજી આવી હતી. ખ્યાતનામ એક્ટર ક્લિન્ટ ઈસ્ટવૂડનીડૉલર્સ ટ્રિલોજી’ તરીકે ઓળખાયેલી આ ત્રણ ફિલ્મો હતી A Fistful of Dollars (1964), For a Few Dollars More (1965) and The Good, the Bad and the Ugly (1966). આ સિવાય સ્ટાર વોર્સ, ધ લોર્ડ ઓફ ધ રિગ્સ સહિત અનેક ફિલ્મોના ઉદાહરણ ઉપલબ્ધ છે.
આ બધા વચ્ચે, અક્ષય કુમાર જેવા ત્રણ વૈવિધ્યપૂર્ણ રોલ હોલિવૂડ એક્ટે્રસ મેરિલ સ્ટ્રીપે ભજવ્યા છે. Danish baroness in film Out of Africa સ્વભાવે નરમ અને આર્થિક રીતે પરાવલંબી પ્રકારનું છે. Margaret Thatcher in film The Iron Lady નામ પરથી જ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ પ્રતીત થાય છે. યુકેનાં એક સમયનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચર સ્વાવલંબી અને ધાર્યું કરવામાં માનતાં હતાં. Miranda Priestly in The Devil Wears Prada તર્કના આધારે નહીં, પણ પોતાને ઠીક લાગે એ અનુસાર નિર્ણય લેતી વ્યક્તિ હતી
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ લાઈનબંધ લવ સ્ટોરીની કહાણી…