ક્લેપ એન્ડ કટ..!ગોવિંદાના ઘીના ઠામમાં ઘી?
મેટિની

ક્લેપ એન્ડ કટ..!ગોવિંદાના ઘીના ઠામમાં ઘી?

  • સિદ્ધાર્થ છાયા

ગોવિંદાના છૂટાછેડા થાય છે. સુનીતા (ગોવિંદાની પત્ની) જાતે કોર્ટમાં જઈને પેપર્સ ફાઈલ કરી આવી છે. આ પ્રકારની વાતો મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં એક અઠવાડિયાથી ચાલી રહી છે, પરંતુ હવે ગોવિંદાપુત્રી નર્મદા ઉર્ફે ટીનાએ આ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

મળતા અહેવાલ મુજબ ટીનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે `આવું કશું જ નથી. અમારો પરિવાર એક જ છે અને તે નસીબદાર છે કે એને એક પ્રેમાળ પરિવાર મળ્યો છે…’ આ ગણેશ ચતુર્થી અમે બધાં સાથે મળીને ઉજવીશું એમ પણ એણે ઉમેર્યું હતું, પરંતુ, જ્યાં ધુમાડો હોય ત્યાં ક્યાંક તો આગ લાગી જ હશે ને? તો આ આગ સુનીતાના એક વ્લોગ પછી ફેલાઈ હતી.

સુનીતાએ એ વ્લોગમાં એવો ધડાકો કર્યો હતો કે તે ગોવિંદાથી અલગ એક ફ્લેટમાં રહે છે…

ગોવિંદાના લગ્નેત્તર સંબંધો-ઘરકંકાશ અને ક્રૂરતા, ઈત્યાદિ આવી બધી વાતોએ તણખાને જોર આપ્યું અને અફવાઓનું બજાર ગરમ થઇ ગયું. આ અફવામાં ઘી ઢોળ્યું હતું ગોવિંદાના મેનેજરે. જ્યારે એને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારેછૂટાછેડાની વાત સાચી છે’ એમ કહીને પછી એણે એમ પણ ઉમેર્યું હતું કે પછી ગોવિંદા અને સુનીતાએ એકબીજાને ફરીથી ચાન્સ આપવાનો નિર્ણય કર્યો છે, પણ આ ઉમેરણ મીડિયાવાળા ઉમેરવાનું `ભૂલી ગયા’ એટલે વાતનું વતેસર થઇ ગયું.

બાકી આ તો ફિલ્મી દુનિયા છે – `કહાણી મેં કેવો પણ ટિ્વસ્ટ આવી શકે !

જુનિયર એનટીઆરનું `ટાટા ગુડબાય’?

કહે છે કે સફળતા નવી યોજનાઓને જન્મ આપે છે, પરંતુ એવું કોઈએ નથી કહ્યું કે નિષ્ફળતા ચાલી રહેલી યોજનાઓ પર પણ પાણી ફેરવી દેતી હોય છે. જુનિયર એનટીઆર જે તેલુગુ સિનેમાનો `માસ એક્ટર’ ગણાય છે, તેની સાથે આવું જ થયું છે.

વોર 2′ જેયશરાજ’ની ખૂબ મોંઘી ફિલ્મ હતી એ બોક્સ ઓફિસ પર ઊંધેકાંધ પછડાઈ છે. વળી, આ પછડાટનો અવાજ પણ નથી આવ્યો. ફિલ્મ મૂંગી મૂંગી થિયેટર્સમાંથી ઉચાળા ભરી રહી છે, પરંતુ, આ નિષ્ફળતાનું સહુથી મોટું નુકસાન જુનિયર એનટીઆરને થયું છે.

વોર 2′ એયશરાજ’ના મારી મચડીને ઊભા કરાયેલા સ્પાય યુનિવર્સનો એક હિસ્સો હતી’. આદિત્ય ચોપરાનો વિચાર એવો હતો કે એ આ ફિલ્મના પાત્ર એજન્ટ વિક્રમ પર એક સ્પિન ઓફ્ફ મુવી બનાવે. આ એજન્ટ વિક્રમ એટલે બીજું કોઈ નહીં જુનિયર એનટીઆર.યશરાજ’ની ટીમ એજન્ટ વિક્રમની એક અલગ ફિલ્મની વાર્તા પણ ડેવલોપ કરવા માંડી હતી.

પરંતુ યશરાજ’ના નાથે જાણી લીધું કેવોર 2’ને કોઈ ભોજીયા ભાઈએ પણ ભાવ નથી આપ્યો. આથી આ નવા આઈડિયા પર અલ્પવિરામને બદલે પૂર્ણવિરામ મૂકી દીધું છે. જુનિયર એનટીઆરને પણ આદિ ચોપરાએ સંદેશો મોકલી દીધો છે તો સામે પક્ષે પણ તેને સ્વીકારી લીધો છે અને તે રાજીખુશીથી `યશરાજ ફિલ્મ્સ’થી છૂટો થઇ ગયો છે.

કોઈ લૌટા દે મેરા બ્લોક હુઆ એકાઉન્ટ

લિંકડીન’ પ્રોફેશનલ્સ માટેનું એક અદ્ભુત પ્લેટફોર્મ છે. અહીં પોતપોતાની પ્રોફેશનલ સ્કિલ શેર કરીને લોકો કોન્ટે્રક્ટ કે ધંધા રોજગાર મેળવતાં હોય છે. એક્ટર શ્રદ્ધા કપૂરનું પણ આ સાઈટ પર પોતાનું એકાઉન્ટ હતું, જે થોડા દિવસો પહેલાંલિંકડીને’ બ્લોક કરી દીધું છે, પરંતુ, મજાની વાત તો હવે આવે છે. શ્રદ્ધાનું આ એકાઉન્ટ પ્રીમિયમ વેરીફાઈડ’ કેટેગરીનું હતું. ટૂંકમાં શ્રદ્ધાએ તેનું સબસ્ક્રિપ્શન લીધું હતું પૈસા ભરીને.

તેમ છતાંલિંકડીને’ એમ કહીને આ એકાઉન્ટ બ્લોક કરી દીધું કે આ તો ફેક છે!’ લ્યો બોલો… સામાન્ય રીતે કોઈ પણ સોશ્યલ મીડિયાનું પ્રીમિયમ એકાઉન્ટ તમારી પૂરતી ઓળખ અને પરખ થયા બાદ જ મળતું હોય છે એટલે, શ્રદ્ધાએ જ્યારે પણ તેના પૈસા ભર્યાં હશે ત્યારે તેનું આધાર કાર્ડ વગેરેનો ફોટો એણેલિંકડીન’ને આપ્યો જ હશે. તો પછી `શ્રદ્ધા ફેક કેવી રીતે હોય?’

કુછ તો ગરબડ હૈ દયા …’ શ્રદ્ધાને પણ આવું જ લાગે છે. આથી જ એણેઇન્સ્ટાગ્રામ’ પર એક સ્ટેટ્સ લખીને લિંકડીન’ના કર્તાધર્તાઓને વિનંતી કરી છે કે લિંકડીન પર એ પોતાનીઆંત્રપ્રીન્યોરની સફર’ જારી રાખવા માગે છે એટલે પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ મારું એકાઉન્ટ અનબ્લોક કરી આપે…’

જબં કે’વાય નહીં? ફેક લોકો સાચા લોકોને ચૂનો ચોપડી જાય એ તો જોયું છે, પણ રિયલ અને સેલિબ્રિટી પ્રકારની વ્યક્તિને કોઈ ફેક કહી જાય એ તો પહેલીવાર જાણ્યું.!

કટ એન્ડ ઓકે…

7 નવેમ્બરે અમિતાભનો દોહિત્ર અગત્સ્ય નંદા અને આમિરપુત્ર જુનૈદ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે પછી શું થાય છે એ જાણવું રસપ્રદ થઈ રહેશે …

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: ‘રાંઝણા’કોર્ટના દ્વાર ખખડાવશે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button