મેટિની

શું કોઈ વિલન પણ ‘શ્રેષ્ઠ વિલન’ હોઈ શકે?

ખલનાયકની ખલનાયકીનો મહિમા ન હોવો જોઈએ, પછી ભલે તેમણે જે કર્યું છે તેની કોઈ હીરોની વાર્તામાં કે કોઈ સંદર્ભમાં જરૂર કેમ ન હોય? જો આપણે મૂવી કે નવલકથામાં ખલનાયક દ્વારા કરવામાં આવેલાં દુષ્કર્મોને તેના દૃષ્ટિકોણથી જોઈએ કે આ શ્રેષ્ઠ દુષ્કર્મ છે અથવા એમ કહીએ કે તે અન્ય કરતાં વધુ સારું દુષ્કર્મ છે,

વિશેષ -ડી. જે. નંદન

તાજેતરમાં, ઘણા બોલિવૂડ કલાકારોને આપવામાં આવેલા ‘દાદા સાહેબ ફાલકે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ’, જે વાસ્તવિક દાદા સાહેબ ફાલકે એવોર્ડ નથી, તેના નામને કારણે તે એવો ભ્રમ પેદા કરી રહ્યો છે. આ વર્ષે બોબી દેઓલને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે આ પ્રથમ વખત નથી કે કોઈ વિલનને કોઈ સમારોહમાં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે એવોર્ડ મળ્યો હોય, બોલીવૂડના તમામ ખલનાયકોને ભૂતકાળમાં પણ આવા ઘણા એવોર્ડ મળ્યા છે, જેમાં ભારતીય સિનેમાના સૌથી મોટા એવોર્ડમાં દાદાસાહેબ ફાલકે એવોર્ડ પણ સામેલ છે. પણ જો પુરસ્કારોની પોતાની એક નૈતિક દુનિયા હોય, કે જો પુરસ્કારોને માન્યતાનો માપદંડ માનવામાં આવે છે, તો પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે આ ‘શ્રેષ્ઠ વિલન’ શું છે? શું દુષ્ટતા શ્રેષ્ઠ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવા યોગ્ય છે? યાદ રાખો, ખલનાયક પ્રતિવાદી નહીં પણ તેના વિરુદ્ધ હોય છે
તે સાચાનો ખોટો અને સીધાનો ઊલટો હોય છે. બંને વચ્ચે ઓવરલેપ હોય છે, છતાં ખલનાયકને તેની ખલનાયકી માટે શા માટે સન્માનિત કરવામાં આવે અથવા અન્ય વિલન સાથે સરખામણી કરવા માટે બેન્ચમાર્ક બનાવવામાં આવે?

શું કોઈ સારું દુષ્ટ છે અથવા તેની દુષ્ટતા બીજા કરતાં વધુ સારી છે?
જો શિક્ષાનું અંતિમ માનવીય યોગદાન માણસને વધુ સારો માણસ બનાવવાનું હોય તો ક્યારેય પણ અને ક્યાંય પણ ખલનાયકીનો મહિમા ન હોવો જોઈએ. કારણ કે ખલનાયકીના વિરુદ્ધમાં માનવતાનું શિખર અસ્તિત્વ ધરાવે છે અને હવે આ શિખર પર આપણે માનવતા અને અમાનવીયતાને એકસાથે કેવી રીતે ઊભા કરી શકીએ? જો નાયકનો જુસ્સો માનવતાને સર્વોચ્ચ શિખર પર લઈ જવાનો હોય તો સ્વાભાવિક છે કે તે અમાનવીયતાને પાતાળમાં લઈ જઈને જ માનવતાને શિખરે લઈ જવાશે. પણ જ્યારે આપણે વિલનને હીરો સાથે એક જ માપદંડમાં તોલીએ, હીરોની જેમ તેને પણ ઉત્કૃષ્ટ વિલન કે દુષ્ટ તરીકેનું બિરુદ આપીએ, ત્યારે તે પોતે જ હાસ્યાસ્પદ છે.

ખલનાયકની ખલનાયકીનો મહિમા ન હોવો જોઈએ, પછી ભલે તેમણે જે કર્યું છે તેની કોઈ હીરોની વાર્તામાં કે કોઈ સંદર્ભમાં જરૂર કેમ ન હોય? જો આપણે મૂવી કે નવલકથામાં ખલનાયક દ્વારા કરવામાં આવેલાં દુષ્કર્મોને તેના દૃષ્ટિકોણથી જોઈએ કે આ શ્રેષ્ઠ દુષ્કર્મ છે અથવા એમ કહીએ કે તે અન્ય કરતાં વધુ સારું દુષ્કર્મ છે, તો તે દયનીય અને અત્યંત ચિંતાજનક છે. તેથી, પ્રતીકાત્મક રીતે ખલનાયકોને અને ફિલ્મોના વિલનને શા માટે સન્માનિત કરવા જોઈએ? લોકો કહી શકે છે કે ખલનાયકોની ખલનાયિકી, વ્યક્તિને તેના વ્યક્તિત્વમાં છુપાયેલી ડાર્ક સાઇડને શોધવાની તક આપે છે. તો સારું, શોધીએ કે તેમની આ ભૂમિકાનો મહિમા શા માટે થવો જોઈએ? શોધી લીધા પછી, શું તેમની દુષ્ટતા અથવા તેમની ખલનાયકી માત્ર એટલા માટે આદરણીય અને સન્માનનીય બની જાય છે કારણ કે હીરો માટે એક માપદંડ મળી ગયો છે અથવા આપણે પ્રત્યક્ષ રીતે ખલનાયકી કર્યા વિના આપણી અંદરના ખલનાયકને ઓળખવાનો અથવા અનુભવવાનો માર્ગ શોધી લીધો છે?

ઠીક છે, આમાં પણ કોઈ નુકસાન નથી. જો આપણે કોઈ દુષ્ટતા પાસેથી શીખીએ કે દુષ્ટતા એટલી ખરાબ છે અને તેમાંથી શીખીએ કે આપણે આ દુષ્ટતાના માર્ગને અનુસરીએ નહીં, તો તે ઉપયોગી બાબત બની શકે છે. આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો વિલનની દુષ્ટતા પણ આપણને કામ આવી રહી છે. પણ જ્યારે આપણે એ જ દુષ્ટતાને વંદન, અભિનંદન કરીએ છે, તેનું સન્માન કરીએ છીએ અને તેને સર્વોચ્ચતાનું બિરુદ આપીએ છીએ, ત્યારે આપણે તેની દુષ્ટતાનો વિરોધ નથી કરતા. તેની દુષ્ટતાને ખોટી સાબિત નથી કરતા, બલ્કે તેનો મહિમા કરીને, એક રીતે એ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ, જો દુષ્ટતા હોય તો આવી. સાંભળવામાં એવું લાગશે કે આ વાતનું વતેસર કરવા જેવું છે, પરંતુ આ વાતનું વતેસર નહીં પણ તેને તેના મૂળમાંથી પકડવું છે.
જ્યારે આપણે વિલનને હીરો કરતાં વધુ સારા માનીએ છીએ અથવા ભલે આપણે તેમને હીરો કરતાં વધુ સારા ન માનતા હોઈએ, પણ ક્યારેક આપણે કહ્યા વિના એ સાબિત કરી રહ્યા હોય છે કે તેઓ ઉચ્ચ સ્તરના દુષ્ટ છે અને જો આપણે દુષ્ટ બનીએ તો તેમના જેવું બનવું જોઈએ.

ઠીક છે કે ખલનાયકો વિના ફિલ્મો નથી ચાલતી. પણ આ આપણું વિકસિત મનોવિજ્ઞાન કે જીવનને આ રીતે જોવાનો અભ્યાસ છે. તેનો બીજી રીતે વિકાસ થઈ શકે છે અને બીજી રીતે વિકસિત ન કરવું હોય તો એમ પણ કહી શકો કે, જે દુષ્ટ હતો, જે વિલન હતો તે હંમેશાં વિલન જ રહેશે. જેઓ અભિનયના રૂપમાં પણ ખલનાયક તરીકે જીવે છે તેઓનું સન્માન કરવામાં આવશે નહીં. આ કારણે સમાજમાં વિલનનું પાત્ર ભજવવા બહુ ઓછા લોકો મળશે. પણ લોકોને ખલનાયિકી કરવાની ચાહ પણ શા માટે હોવી જોઈએ? વિલન ન મળે તો ન મળે. તેની જગ્યા બીજી ઘણી રીતે ભરી શકાય છે અથવા જે લોકો હજુ પણ વિલન બનવા ઈચ્છુક છે તેમને વિલન બનવાની છૂટ આપવી જોઈએ અને એ સાબિત કરતા રહેવું જોઈએ કે વિલન ભલે ગમે તેટલો લોકપ્રિય બને કે તે કેટલો ધનિક અને સુંદર હોય, પરંતુ જે વ્યક્તિની અંદર માનવીય ગરિમા માટે આદર છે, એ વ્યક્તિએ વિલન પ્રત્યે સહાનુભૂતિ ન રાખવી જોઈએ. તેથી વિશ્ર્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં વિલનને એવોર્ડ આપવાની પરંપરા બંધ થવી જોઈએ. કારણ કે જ્યારે આપણે ખલનાયકોને પ્રતીક તરીકે પણ મહિમા આપીએ છીએ, ત્યારે અર્ધજાગ્રતમાં ક્યાંક ને ક્યાંક એ વાત પ્રબળ બની જાય છે કે આપણે પણ વિલન છીએ અને આપણી તમામ આદર્શતા હોવા છતાં, આપણે વ્યક્તિગત રીતે વિલનનો આનંદ માણવામાં શરમાવા માગતા નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…