મેટિની

ફોકસઃ પૈસા-પ્રાઈવસી ને પોપ્યુલારિટીમાં ફસાયેલું બોલિવૂડ

  • મનોજ પ્રકાશ

બોલિવૂડ એ માયાનગરી છે. અહીં ફિલ્મી સિતારાઓને પુષ્કળ પૈસા કમાવા છે અને સફળ થવું છે, તેમ છતાં પ્રાઇવસી પણ જોઈએ છે અને અંતે ફેન ફોલોઈંગ પણ વધવી જોઈએ. બોલિવૂડ એટલું અનિશ્ચિત કેમ છે? આમ જોઈએ તો કોઈ પણ બોલિવૂડ કલાકારને પોતાની ફિલ્મ હિટ કરવા માટે તેમની ફિલ્મનું પ્રમોશન કરવું પડે એ જેથી ફેન ફોલોઈંગ પણ વધવા જોઈએ. આ ઉપરાંત તેઓ એવી આશા રાખે કે તેમની પર્સનલ લાઈફમાં કોઈએ ડોકિયું કરવાનું નહીં. તમને યાદ જ હશે, આમિર ખાનની ફિલ્મનું પ્રમોશન. તે છતાં પણ તેઓ પ્રાઇવસી ઈચ્છે છે. કેટલી હદ સુધી અને શા માટે?

હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા ઘરનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો તેના પછી પ્રાઇવસીની લડાઈ ઘણી વધી ગઈ છે. બોલિવૂડમાં સુપર સ્ટારનો જમાનો તો પહેલેથી જ ચાલતો આવ્યો છે અને હવે તેની સાથે પુષ્કળ કમાણીનો જમાનો પણ ચાલુ થઈ ગયો છે. પહેલાના જમાનામાં સંબંધોના હિસાબે ફિલ્મો કરતા હતા, હવે એજ સિતારાઓ એક ફિલ્મ કરવાના કરોડો રૂપિયા લે છે.

ફેમસ થવા માટે ફિલ્મી સિતારાઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે પરંતુ એજ ફેન તેમની કોઈ પર્સનલ વસ્તુ શેર કરે તો વિફરે છે. હાલમાં જ આલિયા ભટ્ટનું ઘર સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા તે ભડકી ઊઠી હતી. આ નવું ઘર બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે અને આની કિંમત 250 કરોડથી પણ વધારે છે.

જે રીતે ઘરનો વીડિયો વાઇરલ થયો આલિયાએ કઠોર શબ્દોમાં જણાવ્યું કે, ‘હું જાણું છે કે મુંબઇ જેવા શહેરમાં જગ્યાની ઊણપ છે. ઘણી વખત આપણી બારીમાંથી કોઈનું ઘર દેખાતું હોય છે. અમારું ઘર હજી બની રહ્યું છે અને તેના ઘણા વીડિયો પણ બની ગયા છે. અમારી જાણકારી વગર તે વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી નાખ્યા છે.’ તેમણે આને ગોપનીયતાનું ઉલ્લંઘન માન્યું છે અને તેને દૂર કરવાની માગ કરી છે.

પ્રશ્ન એ છે કે, આ ઘરમાં એવું તો શું છે કે, જેના વિડીયો લીક થવાથી કોઈ મુશ્કેલી આવી પડશે? આમ જનતા હંમેશાં કલાકારોના બંગલાઓથી આકર્ષિત થાય છે. ફેન્સ પણ કલાકારોને જોવા માટે તેમના ઘરની બહાર ઊભા રહે છે, અને કોઈ નિશ્ચિત ટાઈમે કલાકારો દર્શન પણ આપે છે. તો પછી આલિયાના ઘરનો વીડિયો વાઇરલ થયો તેમાં શું પ્રોબ્લેમ છે? એની પહેલા શ્રદ્ધા કપૂર અને તેના બોયફ્રેન્ડનો એક પ્રાઇવેટ વીડિયો પણ વાઇરલ થયો હતો ત્યાર પછી પ્રાઇવસીની વાતે જોર પકડ્યું હતું.

જો પ્રાઇવસીની વાત બોલિવૂડની ગુપ્તતાના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે, તો આને સ્ટાર્સ માટે આવકનો સ્ત્રોત પણ કહી શકાય. જયારે બે કલાકારો ડેસ્ટિનેશન લગ્ન કરે છે ત્યારે તેમના ફોટો વાઇરલ ન થાય તેના માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. ત્યાર બાદ આ ફોટા મીડિયામાં પ્રકાશિત થાય છે પરંતુ તેના માટે એક ચોક્કસ કિંમત વસૂલવામાં આવે છે. જયારે કોઈ અભિનેત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના બેબી બમ્પનો ફોટો શૂટ કરવામાં આવે છે અને બાળક થયા પછી બાળકને કેમેરાથી દૂર રાખવામાં આવે છે. જો આ સામાન્ય હોય તો પ્રાઇવસીનું માપદંડ શું છે? આ કોણ નક્કી કરશે? ફેન્સ કે કલાકારો?

ક્રીતિ સેનન, કે.એલ. રાહુલ, જાવેદ જાફરી વગેરે જે ઘરમાં રહેતા હતા તે ઘરમાં એક અજ્ઞાત વ્યક્તિ ઘૂસી આવ્યો હતો જેનાથી હાહાકાર મચી ગયો હતો. સૈફ અલી ખાન પર તો હુમલો જ થઇ ગયો હતો અને સલમાન ખાનના ઘરે પણ ઘૂસણખોરી થઇ ચુકી છે. આમ જોઈએ તો બોલિવૂડના કલાકારોને પોતાની પ્રાઇવસી જાળવી રાખવા માટે ઘણી ચુનોતીઓનો સામનો કરવો પડે છે.

આપણ વાંચો:  શો-શરાબાઃ એક્શન નહીં, ઓક્શનની દીવાનિયત!જાણો, સ્ટાર્સની અજીબ વસ્તુઓની ખરીદીના અતરંગી કિસ્સા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button