મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ અગત્સ્ય નંદા-સિમર ભાટિયાની પહેલી ફિલ્મ ને ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ…

ઉમેશ ત્રિવેદી

ધૂરંધર’ની આંધી સામે શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ફિલ્મઈક્કીસ’ની આગેકૂચ જારી છે. 21 વર્ષના લબરમૂછિયા અણ ખેત્રપાલની શહાદત પર બનેલી આ ફિલ્મ એક નહીં, પણ અનેક રીતે અનોખી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધ પર આધારિત આ ફિલ્મ એ પીઢ અભિનેતા ધર્મેન્દ્રના જીવનકાળની અંતિમ ફિલ્મ છે. આ ફિલ્મ ઓછાં બજેટમાં બની છે અને આ લખાય છે ત્યારે (મંગળવાર સુધીમાં) આ ફિલ્મે રૂપિયા 25 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મમાં અણ ખેત્રપાલની ભૂમિકા અમિતાભ બચ્ચનના દોહિત્ર (પુત્રીના પુત્ર) અગત્સ્ય નંદાએ ભજવી છે.

અગત્સ્યની થિયેટરમાં રિલીઝ થનારી આ પહેલી જ ફિલ્મ છે, જ્યારે આ અગાઉ તે `આર્ચિઝ’માં કામ કરી ચૂકયો છે, જે સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ હતી.

અક્ષય કુમારની ભાણી (બહેનની પુત્રી) સિમર ભાટિયાની પણ આ પહેલી જ ફિલ્મ છે. અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની તે પુત્રી છે. સિમર જમનાબાઈ નરસી સ્કૂલ અને ઓબેરોય ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ લીધાં પછી અમેરિકાની ફલોરિડામાં આવેલી આઈએમજી એકેડેમી અને કેલિફોર્નિયાની ઓસ્સીડેન્ટલ કોલેજમાં શિક્ષણ લીધું છે.

સિમરને નાનપણથી જ અભિનય કરવાની ઈચ્છા હતી એટલે અમેરિકાની જ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં તેણે અભિનયની તાલીમ લીધી છે. જ્યારે ફિલ્મમાં તેનો હીરો બનતો અગત્સ્ય નંદા એ જયા બચ્ચન-અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનો પુત્ર છે.

અગત્સ્યએ તેનું શાળાનું શિક્ષણ ઈંગ્લેન્ડમાં પૂં કર્યું છે. આ શાળામાં ભણતી વખતે જ અગત્સ્યએ થિયેટર અને નાટકની તાલીમ મેળવી છે. ઈંગ્લેન્ડમાં શાળાનું શિક્ષણ લીધાં પછી તેણે ન્યૂ યોર્કમાં અભ્યાસ કર્યો છે. વિદેશમાં ભણ્યો હોવા છતાં અગત્સ્યનાં મૂળ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા છે.

અગત્સ્ય નંદાનું જે રીતે બચ્ચન ફેમિલી સાથે જોડાણ છે, તે જ રીતે બોલિવૂડના સૌથી મોટા કુટુંબ કપૂર ખાનદાન સાથે પણ તે જોડાયેલો છે. અગત્સ્યના પિતા નિખિલ નંદા એ રાજકપૂર- ક્રિશ્ના રાજકપૂરની પુત્રી, રિતુ નંદાનો પુત્ર છે. આમ બચ્ચન કુટુંબ અને કપૂર કુટુંબ સાથે જોડાયેલા આ નબીરાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે અને તે ચોક્કસ ધમાકો કરશે એમ મનાય છે.

`ઈક્કીસ’ એ પીઢ અભિનેતા ધર્મેન્દ્રની 89મે વર્ષે અભિનીત છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ જોવા દર્શકોમાં ધર્મેન્દ્રના ચાહકોનો પણ સમાવેશ થાય છે.

`ઈક્કીસ’ ફિલ્મની બીજી પણ એ વિશેષતા છે કે આ ફિલ્મમાં પીઢ કલાકારોની સાથે જ બોલિવૂડના કેટલાક પીઢ કલાકારોના પુત્રોનો પણ તેમાં સમાવેશ થયો છે. જોકે, આ તેમની પહેલી ફિલ્મ નથી, છતાં તેમણે અભિનયમાં અમીટ છાપ છોડી છે.

અનુપમ ખેરના પુત્ર સિકંદરે આ ફિલ્મમાં રિસાલદાર સાગત સિંહની ભૂમિકા ભજવી છે, જ્યારે નસીદ્દીન શાહના પુત્ર વિવાન શાહે આ ફિલ્મમાં કેપ્ટન વિજેન્દ્ર મલહોત્રાની ભૂમિકા ભજવી છે. ફિલ્મનાં દિગ્દર્શક શ્રીરામ રાઘવનની આ પહેલી જ વોર ફિલ્મ છે, પણ તે લોકોને આકર્ષી રહી છે.

અગત્સ્ય નંદા અને સિમર ભાટિયાની જોડી રૂપેરી પડદે જામે છે. આ બંને યુવા કલાકારો ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાંથી જ આવે છે એટલે તે બંનેના લોહીમાં જ અભિનય વણાયેલો છે. બાકી `ધૂરંધર’ની આંધી સામે રજૂ થયેલી આ ફિલ્મ પહેલી જાન્યુઆરી 2026થી લોકોને આકર્ષી રહી છે એ જોતાં આ બંને નવોદિત અને યુવા કલાકાર બોલિવૂડમાં લાંબી ઈનિંગ રમવા આવ્યા છે એમ કહી શકાય.

OTTનું હોટસ્પોટઃ
10 જાન્યુઆરીથી 16 જાન્યુઆરીમાં નવું શું જોવા મળશે?
સોની' ટીવી પર અનેસોની લીવ’ પર અમિતાભ બચ્ચનના સંચાલન હેઠળનો કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિ' બંધ થતાંની સાથે જમાસ્ટર શેફ ઓફ ઈન્ડિયા’ અને `શાર્ક ટેન્ક ઈન્ડિયા’ની નવી સીઝન ચાલુ કરી દેવામાં આવી છે.
આ સિવાય જિયો હોટસ્ટાર પર ક્રિકેટ મેચ 11 જાન્યુઆરીથી જમાવટ કરવા આવી રહી છે તો આવો, હવે આપણા લોકપ્રિય ઓટીટી ચેનલો પર શું જોવા મળશે તેનાં પર એક નજર નાખીએ.

  • ઝી ફાઈવ:
    આ ઓટીટી પ્લેટફોર્મ પર આજે એટલે કે નવમી જાન્યુઆરીએ મેરઠના સૌરભ હત્યાકાંડ પર આધારિત સીરિઝ હનીમૂન સે હત્યા' રજૂ થશે. તો 16 જાન્યુઆરીએ મિલાપ ઝવેરી દિગ્દર્શિત કોમેડી ફિલ્મમસ્તી-ફોર’ રજૂ થશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસાની, તુષાર કપૂર, જેનેલિયા ડિ’સોઝા, નર્ગિસ ફખરી, રૂહી સિંહ અને એલ્નાઝ નવરોઝી જેવાં કલાકારો છે.
  • નેટફિલક્સ:
    અહીં આજે 9 જાન્યુઆરીએ અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ, આર. માધવન, તબુ, જાવેદ જાફરી અભિનીત કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે-ટુ' રજૂ થશે. આજે જ નંદમુરી બાલકૃષ્ણ અભિનીત સુપરહીટ ફિલ્મઅખંડા-ટુ’ પણ રજૂ થશે, જેમાં હર્ષાલી મલહોત્રાની પણ મહત્ત્વની ભૂમિકા છે. આ ઓટીટી પ્લેટફોર્મ પર 14 જાન્યુઆરીએ ઈમરાન હાશ્મી અભિનીત-તસ્કરી: ધ સ્મગલર્સ વેબ રજૂ થશે.
  • એમેઝોન પ્રાઈમ વીડિયો:
    11 જાન્યુઆરીએ આઠ વર્ષ પછી ધ નાઈટ મેનેજર'ની બીજી સીઝન શરૂ થઈ રહી છે અને 16 જાન્યુઆરીએ ફરહાન અખ્તર અભિનીત -દિગ્દર્શિત ફિલ્મ120 બહાદુર’ રજૂ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button