મેટિની

૨૦૨૪માં ફિલ્મી ક્ધટેન્ટની દૃષ્ટિએ મહત્ત્વનું વર્ષ બની રહેશે

વિશેષ -ડી. જે. નંદન

બોલીવુડને સફળતાની ખુશીઓથી માલામાલ કરીને જે રીતે ૨૦૨૩નું વર્ષ વિદાય થઈ રહ્યું છે તેના પરથી ફિલ્મી સમીક્ષકો એવું માની રહ્યા છે કે ૨૦૨૪નું વર્ષ બોલીવુડ માટે ફિલ્મી નવનિર્માણનું વર્ષ બની રહેશે અને આ નવનિર્માણ ક્ધટેન્ટની બાબતમાં રહેશે. જોકે, આમ તો આ એવું પહેલું વર્ષ નથી કે જેમાં બોલીવુડમાં ક્ધટેન્ટનું મહત્ત્વ સિદ્ધ થયું છે. કરણ જોહરથી લઈને સુજીત સરકાર સુધી બધા જ લોકો કહેતા રહ્યા છે કે ફિલ્મો હીરોને કારણે નહીં, કથાને કારણે સફળ થાય છે. જોકે, આ વર્ષે તો લગભગ બધા જ મોટા ફિલ્મસર્જકો આ જ વાત કરી રહ્યા છે.

બોલીવુડ ભલે વર્ષોથી ફોર્મ્યુલા કથાનકને આધારે સફળતા મેળવી રહ્યું હોય છતાં એક વાત તો સાચી છે કે ફોર્મ્યુલા ફિલ્મોને લઈને બોલીવુડની ટીકા પણ થઈ રહી છે. હવે નવા ફિલ્મસર્જકો પોતાની આંતર્દષ્ટિ અને જોખમ ખેડવાની ક્ષમતાને આધારે બોલીવુડને નવેસરથી પરિભાષિત કરી રહ્યા છે. તેમને માટે ક્ધટેન્ટની તાજગી પહેલી પ્રાથમિકતા છે. કદાચ આ જ કારણ છે કે નવા નિર્માતા, દિગ્દર્શકો પરંપરાથી દૂર જઈને દર્શકોને નવી વાર્તાથી સજાવીને ફિલ્મો રજૂ કરી રહ્યા છે. જાણીતા નિર્માતા-દિગ્દર્શક ઝોયા અખ્તરે કહ્યું હતું કે ૨૦૨૪ના વર્ષમાં વાર્તાને નવું સ્વરૂપ મળી રહ્યું છે. અમે એક આદર્શ ફેરફાર જોઈ રહ્યા છીએ. જ્યાં ફિલ્મ સર્જકો રચનાત્મકતાઓની સીમાને આગળ વધારીને બિનપરંપરાગત વિષયોને રજૂ કરતાં અચકાતા નથી. આનું એક કારણ કદાચ એ હોઈ શકે કે ડિજિટલ પ્લેટફોર્મ વધુ સક્ષમ રીતે ઉભરી રહ્યા છે.

નિર્માતા કરણ જોહરે કહ્યું હતું કે ડિજિટલ પ્લેેટફોર્મે વાર્તા કહેવા માટે નવો રસ્તો દેખાડ્યો છે અને જોખમ લેનારાઓની હિંમત વધારી છે. ડિજિટલ પ્લેટફોર્મે વાર્તા કહેવા માટે નવા દ્વાર ખોલી આપ્યા છે. નિશ્ર્ચિતરૂપે ડિજિટલ પ્લેટફોર્મના આ સાહસનું સન્માન કરતાં આપણે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.

બીજી મુખ્ય વાત એ પણ છે કે અત્યારના સમયમાં ફિલ્મો સમાજને એટલી સારી રીતે પ્રભાવિત નથી કરી શકતી જેટલી સારી રીતે સમાનંતર સિનેમાનું ફોર્મેટ એટલે કે વેબસિરીઝ પ્રભાવિત કરી શકે છે. વેબ સિનેમાના મહત્ત્વપૂર્ણ કલાકાર સિદ્ધ થયેલા નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે સિનેમા અને સ્ટ્રીમિંગની વચ્ચે હવે ઘણું ઓછું અંતર બચ્યું છે. સ્ટ્રીમિંગમાં સિનેમા અને સોશ્યલ મીડિયાને લગભગ એક પ્લેટફોર્મ પર લાવીને ઊભા રાખી દીધા છે. આ બાબત ખરેખર રચનાકારો માટે પોતાના કૌશલને દેખાડવાની તક સમાન છે. હવે નવા ફિલ્મસર્જકો કોઈપણ રિસ્ક લેવા માટે તૈયાર છે અને પોતાની નવી વાર્તા લઈને આવી રહ્યા છે.

ફિલ્મ સર્જકો ક્ધટેન્ટના મહત્ત્વને ઓળખતા નથી એવું નથી. વાસ્તવમાં નસીરુદ્ધીન શાહ અને ઓમ પુરી હંમેશાં ક્ધટેન્ટના મહત્ત્વની વાત કરતા હતા. તેમણે તો અનેક વખત એવું જાહેરમાં કહ્યું છે કે ક્ધટેન્ટ મહત્ત્વની ન હોત તો તેમના જેવો ચહેરો ધરાવતા લોકોને ફિલ્મોમાં કોઈ સફળતા મળી ન હોત. આમ છતાં ફિલ્મ જગતની વાસ્તવિકતા છે કે જે લોકો પોતાના નાણાં લગાવતા હોય છે તેઓ જોખમ ખેડવાથી બચતા જોવા મળે છે.

હવે એવો સમય આવ્યો છે કે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકો જોખમ લેવા માટે તૈયાર છે અને હવે આ ફક્ત અભિનેતાઓના સાહસની વાત રહી નથી.

અભિનેતા રાજકુમાર રાવ કહે છે કે ૨૦૨૪માં મોટા પાયા પર સહયોગાત્મક પ્રયાસો જોવા મળશે. અભિનેતા અને દિગ્દર્શકોની સાથે હવે લેખકો પણ કશુંક અસાધારણ વાત કહેવાની કોશિશ કરશે. કેમ કે હવે બધાને સમજાઈ ચૂક્યું છે કે ફિલ્મનો બોજ એકલો સ્ટાર ઉઠાવી શકતો નથી. હવે આ ફક્ત સ્ટાર પાવર સુધી મર્યાદિત રહ્યું નથી. હવે બધાએ મળીને ફિલ્મોને નવી ઊંચાઈ સુધી લઇ જઈને ભવિષ્ય ઘડી કાઢવું પડશે. આ આખી ટીમની સામૂહિક જવાબદારી હોવાથી બધાએ પોતાનું શ્રેષ્ઠ આપવું પડશે. ફિલ્મ ઉદ્યોગના ૨૦૨૩ના વર્ષની સફળતા પર ધ્યાન આપવામાં આવે તો એક વાત ધ્યાનમાં આવે છે કે આ વર્ષે સ્ટાર પાવરના જોરે બોલીવુડમાં સફળતાનો વરસાદ થયો નથી. નવા વિષયો અને સારા ક્ધટેન્ટને વધુ સફળતા મળી છે.

આ જ કારણ છે કે દિગ્દર્શક અનુરાગ કશ્યપ કહે છે કે હવે ફિલ્મોની સંખ્યા મહત્ત્વપૂર્ણ નથી. હવે ફિલ્મોના માધ્યમથી જે પ્રભાવ ઊભો કરવામાં આવે છે તે વધુ મહત્ત્વનો છે. ફિલ્મ સર્જકો હવે સમ્મોહક કથા તૈયાર કરવામાં વધુ સમય લઈ રહ્યા છે. કેમ કે તેમને ખબર છે કે જો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને સારી ફિલ્મ બનાવવામાં આવશે તો દર્શક હાથોહાથ તેનું સ્વાગત કરશે, કેમ કે આજના યુવાન દર્શકો વાસ્તવમાં ફિલ્મોને લઈને વધુ સમજદાર બની ગયા છે અને તેઓ ઈચ્છે છે કે સબ્જેક્ટ અને ચિત્રણના દૃષ્ટિકોણથી ફિલ્મ મજબૂત હોવી જોઈએ. વાસ્તવમાં આ બદલાઈ રહેલા સમયનો સકારાત્મક સંકેત છે. જેને કારણે આજની તારીખે બોલીવુડ ઓન સ્ક્રીન જ નહીં, ઓફ સ્ક્રીન પણ અનેક નવા
પ્રયોગો કરી રહ્યું છે. હવે એવો સમય પૂરો થઈ ગયો છે જ્યારે એક જ પ્રકારની ફિલ્મો
સફળતા મેળવતી હતી અને સફળતાની પરંપરા રચતી હતી. હવે વિવિધતા સમયની માગ છે. ફિલ્મનો દર્શક ગમે તેના પર આંખ મીંચીને પ્રેમ લુટાવતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…