મહારાષ્ટ્ર

પાલઘરમાં પચીસ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક પકડાયો

પાલઘર: પાલઘર જિલ્લામાં પોલીસે બુધવારે પચીસ લાખ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 26 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. કાસા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ અધિકારી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચારોટી વિસ્તારમાં હોટેલ નજીક તેમની નજર યુવક પર પડી હતી. યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને તાબામાં લીધો હતો.

યુવકની ઓળખ રાજ બબન શેઅલ તરીકે થઇ હોઇ તેની પાસેની બેગની તલાશી લેવાતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. બાંદ્રા વિસ્તારમાં રહેનારો રાજ શેઅલ અમદાવાદથી બસમાં મુંબઈ આવી રહ્યો હતો ત્યારે તે ચારોટી ખાતે ઊતરી ગયો હતો.

આપણ વાંચો: દાદરના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બેની ધરપકડ

રાજ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button