મહારાષ્ટ્ર

હુમલાના કેસમાં પકડાયેલા ભાજપના કાર્યકરને વીઆઇપી ટ્રીટમેન્ટ: વીડિયો વાયરલ થયા બાદ બે પોલીસ સસ્પેન્ડ

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના કાર્યકરને વિશેષ ટ્રીટમેન્ટ આપતો વીડિયો વાયરલ થયા બાદ મંગળવારે બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપી સતીષ ભોસલે ઉર્ફે ખોક્યાને વિશેષ ટ્રીટમેન્ટ અપાતી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ચકલંબા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કર્મચારીને બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) નવનીત કંવતેએ સસ્પેન્ડ કર્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા બંને પોલીસની ઓળખ કૈલાસ ખટાણે અને વિનોદ સુરવસે તરીકે થઇ હતી. એ સિવાય પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંદીપ પાટીલને પણ કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી છે.

આપણ વાંચો: અમરેલીઃ કૉંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના કાર્યકર્તાઓને કેમ ખખડાવ્યા? જાણો શું છે મામલો

ભાજપના સ્થાનિક વિધાનસભ્ય સુરેશ ધસના સાથી ભોસલેએ ક્રિકેટ બેટથી એક શખસ પર હુમલો કર્યા બાદ તેની વિરુદ્ધ આ મહિનામાં એફઆઇઆર દાખલ કરાયો હતો. ઘટના બાદ ફરાર ભોસલેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી પકડી પાડવામાં આવ્યો હતો. ભોસલે વિરુદ્ધ અન્ય ફોજદારી કેસ પણ છે. વનવિભાગે પણ એક ગુનો દાખલ કર્યો છે.

સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બીડ જિલ્લાની જેલ બહાર મેદાનમાં ભોસલે બેસીને ભોજન કરતો જોવા મળ્યો હતો. ભોજન કર્યા બાદ સિવિલિયન ડ્રેસમાં એક વ્યક્તિ તેના હાથો પર પાણી રેડીને હાથ ધોવડાવતી નજરે પડે હતી. તેની આસપાસ આઠથી દસ જણ ઊભા હતા અને બે બિનધાસ્ત વાત કરતો હતો. પોલીસ ફક્ત જોતી રહી હતી.

ભોસલેને અગાઉ કોર્ટમાં જુડિશિયલ કસ્ટડી અપાઇ તે પછીનો આ વીડિયો હોવાનું જણાય છે. એસપી કંવતે કહ્યું હતું કે આ મામલે કડક પગલાં લેવાશે. આ ગંભીર બાબત છે અને સંબંધિતોને સસ્પેન્ડ કરવામાં કરાશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button