મહારાષ્ટ્ર

વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું અકસ્માતમાં મોત

પાલઘર: વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું વસઈની ચર્ચના પાદરીએ જણાવ્યું હતું. વસઈના સેન્ટ થોમસ ચર્ચના ચીફ પાદરીએ જણાવ્યું હતું કે ઘટના 10 મેના રોજ ફિલિપાઈન્સના બડિયન ખાતે બની હતી.

ગેરાલ્ડ પરેરા (50) અને તેની પત્ની પ્રિયા (46) ટી-વ્હીલર પર જઈ રહ્યાં હતાં ત્યારે ટ્રકે તેમને અડફેટે લીધાં હતાં. ટ્રકની ટક્કરથી દંપતી વીજળીના થાંભલા સાથે ભટકાયું હતું.

આપણ વાંચો: ધોલેરા-ભાવનગર હાઇવે પર થયો ગંભીર અકસ્માત, 1 મહિલા સહિત 5ના મોત

પરેરા દંપતી વસઈના સાંડોર ગામનું રહેવાસી હતું. અકસ્માતમાં પ્રિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ગેરાલ્ડને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું.

દંપતીને એક પુત્ર અને ટીનએજ દીકરી છે. પરેરા દંપતીના મૃતદેહો ભારત લાવવામાં આવે એની રાહ જોવાઈ રહી છે, એવું પાદરીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button