આમચી મુંબઈમહારાષ્ટ્ર

સાતારામાં કેન્દ્રીય પ્રધાન આઠવલે અકસ્માતનો ભોગ બન્યા પણ બચ્યા

મુંબઈઃ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના (આરપીઆઈ)ના પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે ગુરુવારે એક રોડ અકસ્માતમાં બાલ-બાલ બચી ગયા હતા. આઠવલેની કાર સાતારાના વાઈમાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ અકસ્માતના સાક્ષી લોકોએ જણાવ્યું હતું કે કન્ટેનરના અચાનક બ્રેક માર્યા બાદ તેમની કાર કન્ટેનર સાથે ટકરાઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. આમ છતાં આ અકસ્માતમાં તેમની કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


આ પણ વાંચો
: મુંબઈ સેન્ટ્રલ ‘ટર્મિનસ’નું નામ બદલવાની આ નેતાએ કરી માગણી

કન્ટેનરે અચાનક મારેલી બ્રેકના કારણે જ આ ઘટના બની છે. જોકે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ નથી થઈ. કેન્દ્રમાં સરકારમાં રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના પ્રધાન છે. આ પહેલા રામદાસ આઠવલેએ ગુરુવારે મડમાં ચવદાર તલાના સત્યાગ્રહ દિવસમાં ભાગ લીધો હતો.

તેમણે મહાડના વિસાવા હોટેલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ઘણા રાજનૈતિક મુદ્દામાં ખૂલીને પોતાનો પક્ષ રાખ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાને આગામી લોકસભા ચૂંટણી 2024 અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કાર્યોની પણ ચર્ચા કરી હતી.


આ પણ વાંચો
: Loksabha Election: એકનાથ શિંદેની બે બેઠક પર છે કોની નજર?

આઠવલેએ લોકસભાની ચૂંટણીમાં સીટ વહેંચણીને લઈને પણ પોતાની વાત રાખી હતી. તેમણે શિરડી અને સોલાપુર સીટ પોતાની પાર્ટીને આપવાની માગ કરી હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોની મન મૂકીને પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને 33 ટકા આરક્ષણ આપીને બાબાસાહેબ આંબેડકરના સપનાને સાકાર કર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં તમામ 48 સીટ પર કુલ પાંચ તબક્કામાં મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button