મહારાષ્ટ્ર
ટ્રકે બે મહિલાને અડફેટમાં લીધા બાદ અનેક વાહનોને ટક્કર મારી

પુણે: પુણે જિલ્લામાં ચાકણ-શિક્રાપુર માર્ગ પર ક્ધટેઇનર ટ્રકે બે મહિલાને અડફેટમાં લીધા બાદ અનેક વાહનોને ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં બંને મહિલાના પગમાં ઇજા થઇ હતી.
ચાકણ વિસ્તારમાં માણિક ચોક ખાતે ટ્રકે પ્રથમ બે મહિલાને અડફેટમાં લીધી હતી. બાદમાં ત્યાંથી ભાગવાના પ્રયાસમાં ડ્રાઇવરે ટેમ્પો, કાર તથા ચાર ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પોલીસ વૅનને પણ નુકસાન થયું હતું.
આપણ વાંચો: ઘોડબંદર રોડ પર સગીરે ટેમ્પો ચલાવી બે રિક્ષાને અડફેટે લેતાં એકનું મોત
આખરે ટ્રકને શિક્રાપુર ચોક ખાતે રોકવામાં આવી હતી અને ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પિંપરી ચિંચડવ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)