મહારાષ્ટ્ર

થાણેના રહેવાસીએ ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં 82 લાખ રૂપિયા ગુમાવ્યા

થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સારા વળતરની લાલચે થાણેના 42 વર્ષના શખસ સાથે 82 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને તેમના મોબાઇલ નંબર પરથી ઓળખી કાઢવામાં આવ્યા છે.

આરોપીઓએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને તેને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે સમજાવ્યો હતો. આરોપીઓએ બાદમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરવા માટે લિંક્સ પાઠવી હતી અને ફરિયાદીએ 18 ડિસેમ્બર, 2024થી 6 જાન્યુઆરી, 2025 દરમિયામ 82 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

આપણ વાંચો: ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીઃ સુરતમાં મામા-ભાણેજે 1.43 કરોડ રુપિયા ગુમાવ્યાં

દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથેના તમામ સંપર્કો કાપી નાખ્યા હતા. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ આરોપીઓને શોધવા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને આર્થિક વ્યવહારોનું નિરીક્ષણ કરાઇ રહ્યું છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button