મહારાષ્ટ્ર

થાણેમાં મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ ઘાયલ

થાણે: થાણેમાં વહેલી સવારે મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ જણને ગંભીર ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીના કહેવા અનુસાર નાશિક-મુંબઈ હાઇવે પર સાકેત બ્રિજ નજીક ગુરુવારે વહેલી સવારે 5.56 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.

1,600 મરઘા સાથેની ટ્રક વસંત વિહાર વિસ્તાર તરફ જઇ રહી હતી ત્યારે ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને તે રસ્તાને કિનારે પાર્ક કરાયેલા એક્સકેવેટર સાથે ટકરાઇ હતી.

આપણ વાંચો: પનવેલમાં ટેન્કર સાથે સ્કૂટર ટકરાતાં પતિ-પત્ની, 10 વર્ષના પુત્રનાં મોત

આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અને બે પ્રવાસી કેબિનમાં ફસાઇ ગયા હતા અને કલાકની જહેમત બાદ તેમન બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઘાયલોની ઓળખ અબ્દુલ બારિક (40), ફૈઝુલ અલી (30) અને રાજેશ ગૌડ (27) તરીકે થઇ હતી, જેને પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button