મહારાષ્ટ્ર

માર્ગ અકસ્માતમાં યુવકનું મૃત્યુ: પરિવારને ૩૧.૩૪ લાખનું વળતર

થાણે: થાણેની મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૮ વર્ષના યુવકના પરિવારને ૩૧.૩૪ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

ટ્રિબ્યુનલે ટ્રકના માલિક શક્તિવેલ એ. કુંદર અને વીમા કંપની ચોલામંડલમ એમએસ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ને અરજી કર્યાના દિવસથી આઠ ટકા વ્યાજ સાથે પીડિતના પરિવારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ૧૫મી એપ્રિલના આદેશની નકલ શુક્રવારે ઉપલબ્ધ થઇ હતી.

આપણ વાંચો: વડોદરામાં અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર; એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

તપાસકર્તા પક્ષના જણાવ્યાનુસાર પીડિત પ્રોનોય વિનોદ ઝા ૨૬મી મે, ૨૦૧૯ના થાણેમાં મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો ત્યારે ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી અને યુવક પર ફરી વળી હતી.

અરજદાર તરફથી એફઆઇઆરની નકલ, ઘટનાસ્થળનું પંચનામું, મેડિકલ સહિતના તમામ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. વીમા કંપનીએ એમ કહીને વળતર આપવાનો ઇનકાર કર્યો હતો કે ટ્રક ડ્રાઇવરની ભૂલ જ નહોતી, કારણ કે મોટરસાઇકલ બેદરકારીથી ચલાવવામાં આવી રહી હતી.

આ સિવાય યોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ, ટ્રકના પરમિટ સંબંધિત વીમા કંપનીના અમુક નિયમોનો ભંગ થયો હોવાનું પણ કહ્યું હતું. તેમ છતાં ટ્રિબ્યુનલે તેમની મૌખિક દલીલોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેની માટે કોઇ દસ્તાવેજી પુરાવાનો આધાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button