મહારાષ્ટ્ર
મોદી માટે ‘વાંધાજનક’ પોસ્ટ: તેજસ્વી યાદવ સામે એફઆઈઆર

ગઢચિરોલી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કથિત વાંધાજનક પોસ્ટ ટ્વીટ કરવા બદલ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ગઢચિરોલી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગઢચિરોલીના ભાજપના વિધાનસભ્ય મિલિંદ નરોટેએ આરજેડીના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, એવું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ, નોંધાઈ FIR
અધિકારીના જણાવ્યા મુજબ નરોટેએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બિહારના ગયાની મુલાકાત પહેલાં યાદવે એક્સ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 356, 352 અને 353 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)