મહારાષ્ટ્ર

દારૂના નશામાં સિગ્નલ પર કરી લઘુશંકા: પકડાયેલા યુવક, સહ-પ્રવાસીને સોમવાર સુધીની પોલીસ કસ્ટડી

પુણે: પુણેમાં બીએમડબ્લ્યુમાંથી ઊતરીને દારૂના નશામાં જાહેર સ્થળે રસ્તા પર લઘુશંકા કરવા બદલ ધરપકડ કરાયેલા યુવકને રવિવારે તેના સહ-પ્રવાસી સાથે કોર્ટમાં હાજર કરવામાં આવતાં બંને જણને સોમવારે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

પુણેના યેરવડા વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે શનિવારે સવારે 7.30 વાગ્યે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરીને ગૌરવ અહુજા (25) અને ભાગ્યેશ ઓસવાલ (22) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ભાગ્યેશ ઓસવાલની શનિવારે તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કાર હંકારી રહેલા ગૌરવને અમુક કલાક બાદ સાતારા જિલ્લાના કરાડથી તાબામાં લેવાયો હતો અને તેની રવિવારે વહેલી સવારે ધરપકડ કરાઇ હતી.

આપણ વાંચો: દારૂના નશામાં ધૂત કારચાલકે દાટ વાળ્યોઃ રેલવે ટ્રેક પર હાંકારી મૂકી મારુતિ ડિઝાયર

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભાગ્યેશ બીએમડબ્લ્યુમાં આગળની સીટ પર બેઠેલો, જ્યારે ગૌરવ સિગ્નલ પર લઘુશંકા કરતો નજરે પડ્યો હતો. ગૌરવે બાદમાં કાર ત્યાંથી હંકારી હંકારી મૂકી હતી.

ગૌરવ અને ભાગ્યેશને રવિવારે સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બંનેએ કોઇ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ તેની તપાસ કરવા માટે સરકારી વકીલે બંનેની સાત દિવસની પોલીસ કસ્ટડીની માગણી કરી હતી.

બીજી તરફ બંનેના વકીલે રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે રાજકીય અને મીડિયાના દબાણ હેઠળ કામ કરી રહી છે અને તેણે ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાડી છે જે આ કેસમાં લાગુ પડતી નથી.

દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગૌરવ અને ભાગ્યેશને 10 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button