શિરડીના એ 100 વર્ષ જૂના વૃક્ષોને બચાવવા સુપ્રીમ કોર્ટે વાપર્યો વિશેષાધિકાર
શિરડીઃ શિરડીમાં આવેલા 100 વર્ષથી વધુ જૂના વૃક્ષને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જસ્ટીસ બીઆર ગવઈ અને એસપીએલ ભટ્ટીની બેન્ચ દ્વારા આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી અને 2019ના બોમ્બે હાઈ કોર્ટના આદેશને રદ કર્યો હતો.
કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે એમિનીચટી સ્પેસ માટે અનામત જમીન પર 100 વર્ષથી પણ વધુ સમય જૂના વૃક્ષો છે અને જમીનના માલિકોનું કહેવું છે કે જો એ જમીનને બાદ કરીએ તો એને બદલે બીજી કોઈ જગ્યાએ તેઓ જમીન આપવા તૈયાર છે. 100 વર્ષ જૂના આ વૃક્ષોને બચાવવા માટે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને જમીન માલિકોને આની મંજૂરી આપવામાં આવી છે.
બોમ્બે હાઈ કોર્ટે આ કેસમાં સરકારી નોટિફિકેશનનો હવાલો આપતાં આદેશ આપ્યો હતો કે નગર પંચાયત સીમિત નિર્માણ કરી શકરે છે અને એને નો ડેવલપમેન્ટ ઝોનથી સરકારે રેસિડેન્શિયલ ઝોન બનાવી દીધો હતો. બીજી બાજું નગર પંચાયતને પણ વધુ જમીનની જરૂર હતી અને તે સ્વિમિંગ પૂલ અને ઈન્ડોર ગેમ હોલ બનાવવા માગતા હતા.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે જમીનના માલિકોને રાહત મેળવવા હાઈ કોર્ટમાં વિલંબ કર્યો. સરકારી નોટિસના 14 દિવસ બાદ તેઓ કોર્ટમાં ગયા હતા. જોકે, સર્વોચ્ચ અદાલતે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે સિવિલ લિટિગેશન પાસેથી એમને રાહત નહીં મળી હોય ત્યારે તેઓ હાઈ કોર્ટ પહોંચ્યા હતા.
આગળ કોર્ટે એવું કહ્યું હતું કે જો લેન્ડ ઓવર યુટિલિટી પર્પઝથી એક પણ પૈસા લીધા વિના જમીન આપવા તૈયાર હોય તો એમાં કંઈ ખોટું નથી. જોકે, કોર્ટે એવું પણ કહ્યું હતું કે કોઈ પણ પાર્ટી એક સાથે બે રેમેડી હાંસિલ ન કરી શકે. કોર્ટે 142નો પ્રયોગ કરીને આ વૃક્ષોને બચાવી લીધા હતા.