એસટીના સ્ટાફે પ્રવાસી સેવાને ભગવાનની સેવા ગણવી જોઈએ: એકનાથ શિંદે

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે રાજ્ય પરિવહન સેવા એમએસઆરટીસી (એસટી)ના કર્મચારીઓને એવી અપીલ કરી હતી કે પ્રવાસીઓની સેવાને ભગવાનની સેવા ગણીને કામ કરો.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના થાણે શહેરના ખોપટ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવરો અને ક્ધડક્ટરો માટેના નૂતનીકરણ કરવામાં આવેલા રેસ્ટ રૂમનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે એસટીના કર્મચારીઓએ પોતાના મગજમાં રાખવું જોઈએ કે પ્રવાસીઓની સેવા ભગવાનની સેવા છે. તેમણે એસટી નિગમને સ્વચ્છ, આરામદાયક અને એસી રેસ્ટ-રૂમ મહારાષ્ટ્રના દરેક ડેપોમાં તૈયાર કરવા જણાવ્યું હતું.
આપણ વાંચો: દિલ્હીના વિકાસમાં આવતી અડચણોનો સફાયોઃ એકનાથ શિંદે
એસટી પાસે અત્યારે 14,000 બસોનો કાફલો છે અને દૈનિક પંચાવન લાખ પ્રવાસીઓને સેવા આપતી એસટીના કર્મચારીઓની સંખ્યા 90,000 જેટલું છે.
શિંદેએ એસટીને નવતર ઉકેલ શોધી કાઢવા જણાવ્યું હતું, ખાસ કરીને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપના માધ્યમથી આધુનિક બસ ટર્મિનલ વિકસિત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે એસટીના કર્મચારીઓ અને તેમના કર્મચારીઓના આરોગ્યની દેખભાળ રાખવા માટે દરેક ડેપોમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપના માધ્યમથી 100 બેડની કેશલેસ હોસ્પિટલ બાંધવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.