ખેતર માટે પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંક્યો

લાતુર: પૂર્વજોનું ખેતર નામ પર ટ્રાન્સફર કરાનો ઇનકાર કરનારી માતાની કુહાડીથી હત્યા કરનારા પુત્રને પોલીસે પકડી પાડ્યો હતો. લાતુરમાં બનેલી ઘટનામાં માતા અકસ્માતે મૃત્યુ પામી હોવાનું દર્શાવવા આરોપી પુત્રએ તેના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંક્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે મહાદેવવાડી ગામમાં બની હતી. વનીતા પ્રકાશ ચામે (55) ભરઊંઘમાં હતી ત્યારે આરોપી પુત્ર વિક્રમ ચામેએ તેના પર કુહાડીથી હુમલો કર્યો હતો.
આપણ વાંચો: માતાનું અપમાન કરનારા પિતાની પુત્રએ કરી હત્યા
હત્યા બાદ આરોપીએ માતાના મૃતદેહને પાણીની ટાંકીમાં ફેંક્યો હતો. પાણીની ટાંકીમાં પડીને માતા અકસ્માતે મૃત્યુ પામી હોવાનું દર્શાવવા આરોપીએ આવું કર્યું હતું.
જોકે તપાસમાં પોલીસને શંકા જતાં વિક્રમને તાબામાં લેવાયો હતો. આકરી પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો પોલીસે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વિક્રમ પૂર્વજોનું ખેતર તેના નામ પર કરવા માટે માતા પર દબાણ કરતો હતો. જોકે માતાએ માગણી પૂરી ન કરતાં પુત્રએ ઘાતકી પગલું ભર્યું હતું. (પીટીઆઈ)