પોલીસના રેપનો ભોગ બનીને આપઘાત કરનારી ડોક્ટર યુવતીનો સાંસદ સામે આક્ષેપ…

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક 26 વર્ષીય મહિલા ડોક્ટરની આત્મહત્યા વિષયે નવા ખુલાસાઓ સામે આવ્યા છે. તેણે પોલીસ અધિકારી પર બલાત્કારના આરોપો લગાવ્યા હતા અને તેની ચાર પાનાની સુસાઈડ લેટરમાં ખુલાસો કર્યો કે તેને ખોટા ફિટનેસ પ્રમાણપત્રો આપવા દબાણ કરવામાં આવતું હતું. આ દબાણમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત એક સાંસદ અને તેમના સહાયકોનું નામ પણ સામે આવ્યું છે. આ કેસે રાજ્યમાં રાજકીય વિવાદ ઊભો કર્યો છે અને મહિલા સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
વાત આખી એમ છે કે, ફલટણ ઉપજિલ્લા હોસ્પિટલમાં કાર્યરત આ ડોક્ટરે હથેળી પર લખ્યું કે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને તેનો ચાર વખત બલાત્કાર કર્યો અને પાંચ મહિનાથી વધુ સમયથી માનસિક અને શારીરિક શિકાર બનાવતો રહ્યો. તેના ચાર પાનાના સુસાઈડ લેટરમાં જાણાવ્યું કે પોલીસ અધિકારીઓ તેને આરોપીઓ માટે ખોટા ફિટનેસ પ્રમાણપત્રો બનાવવા માટે દબાણ કરતા, જેમાંથી કેટલાકને તપાસ માટે પણ ન લાવવામાં આવતા. ઇનકાર કરતાં તેને હેરાનગતિનો શિકાર બનવું પડતું. તેણી માત્ર એક મહિનામાં પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સ માટે તૈયારી કરી રહી હતી.
પત્રમાં એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણીએ કહ્યું કે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરતાં સાંસદના બે વ્યક્તિગત સહાયકો હોસ્પિટલમાં આવ્યા અને તેને સાંસદ સાથે ફોન પર વાત કરાવી. તેણે તેને પરોક્ષ રીતે ધમકી આપી. તેના કુઝતભાઈએ પણ આ આરોપોની પુષ્ટિ કરી અને કહ્યું કે તેણીએ બે-ત્રણ વખત એસપી અને ડીએસપીને પત્રો લખ્યા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. તેણીએ પત્રમાં પૂછ્યું કે તેને કંઈ થાય તો જવાબદાર કોણ? આ ઘટનાએ હોસ્પિટલમાં સુરક્ષાની અભાવ પણ ઉજાગર કર્યો. તે0ણે લેન્ડલોર્ડ પ્રશાંત બંકર પર પણ હેરાનગતિના આરોપો લગાવ્યા.
બદને અને બંકર વિરુદ્ધ બલાત્કાર અને આત્મહત્યા પ્રેરણાના આરોપોમાં કેસ નોંધાયો છે અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોલ્હાપુર વિભાગના આઈજી સુનીલ ફુળારીએ કહ્યું કે પુરાવા આધારે તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત રીતે દખલ કરીને સતારા એસપીને સખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વુમન્સે પણ તપાસના આદેશ આપ્યા છે.
આ કેસે રાજકારણમાં ભડકાવ ઊભો કર્યો છે. કોંગ્રેસ નેતા વિજય વાડેટીવારે બીજેપી સરકાર પર પોલીસને છાવરવાનો આરોપ લગાવ્યો: ‘રક્ષક જ્યારે શિકારી બને તો ન્યાય કેવી રીતે થાય? પહેલાની ફરિયાદો પર કાર્યવાહી કેમ ન થઈ?’ અધિકારી સુત્રો જાણાવ્યા અનુસાર ઘટના દુખદ છે, તપાસ થશે અને મહિલાઓ ૧૧૨ હેલ્પલાઇન વાપરે. આ કેસ મહિલા સુરક્ષા અને પોલીસ જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો…સાતારામાં મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું: હથેળી પર રેપિસ્ટ પોલીસ અધિકારી સહિત બેનાં નામ લખ્યાં…



