મહારાષ્ટ્ર

“કોઈને મત ન આપવો તેના કરતા…” મતદાન કર્યા બાદ NOTA વિશે બોલ્યા RSS પ્રમુખ મોહન ભાગવત?

નાગપુર: મહારાષ્ટ્રમાં BMC તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસચાલક મોહન ભાગવત પણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા. નાગપુર નાઇટ સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર મોહન ભાગવતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે NOTAના વિકલ્પ વિશે મહત્ત્વની વાત કરી હતી.

યોગ્ય ઉમેદવારને જ મત આપવો જોઈએ

મોહન ભાગવતે મતદાન કર્યા બાદ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી લોકશાહીનો એક અભિન્ન ભાગ છે અને તેથી મતદાન કરવું દરેક નાગરિકોની જવાબદારી છે. લોકહિતને ધ્યાનમાં રાખીને દરેકે ચૂંટણી દરમિયાન એક યોગ્ય ઉમેદવારને જ મત આપવો જોઈએ. તેથી મેં આજે સૌથી પહેલા મત આપવાનું કામ કર્યું છે.”

NOTAનો અર્થ એ છે કે…

NOTA વિશે વાત કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે, “નોટાનો અર્થ છે કે, તમે સૌનો અસ્વીકાર કરો છે અને આવું કરીને આપણે એક એવા વ્યક્તિને પ્રોત્સાહન આપીએ છીએ, જેને કોઈ પસંદ કરતું નથી. નોટા લોકોની પોતાની અસંમતિ વ્યક્ત કરવાનો એક વિકલ્પ આપે છે. પરંતુ કોઈને મત ન આપવો તેના કરતા યોગ્યને ચૂંટવો વધુ સારો.”

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પણ સેલિબ્રિટીઓ પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મત આપી રહી છે. અત્યારસુધી સચિન તેડુંલકર, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, નાના પાટેકર, દિવ્યા દત્તા, ગુલઝાર મતદાન કરી ચૂક્યા છે. આ તમામે લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ પણ કરી છે.

આપણ વાંચો:  ખર્ચમાં વધારાને કારણે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રદ: ફડણવીસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button