મહારાષ્ટ્ર

નાગપુરમાં એરફોર્સના નિવૃત્ત જવાનની હત્યા: વકીલ, તેના પુત્રની ધરપકડ

નાગપુર: નાગપુરમાં કોઇ બાબતે બોલાચાલી થયા બાદ એરફોર્સના નિવૃત્ત જવાનની હત્યા કરવાના આરોપસર પોલીસે વકીલ અને તેના પુત્રની ધરપકડ કરી હતી.

મૃતકની ઓળખ હરિશ દીવાકર કરાડે (60) તરીકે થઇ હોઇ તેની આરોપી વકીલ અશ્ર્વિન મધુકર વાસનિક (56) અને તેના પુત્ર આવિષ્કાર વાસનિક (23) સાથે ઘણી વાર વાતચીત થતી હતી. કરાડે રવિવારે રાતે હુડકો કોલોનીમાં આવેલા વકીલના નિવાસે ગયો હતો, જ્યાં કોઇ બાબતને લઇ તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી.

આથી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ કુહાડી, છરા અને લોખંડના સળિયાથી કરાડે પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ કરાડેની પત્નીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પિતા-પુત્રની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button