મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડ ભૂંસી શકાશે નહીં: રાજ ઠાકરે

પુણે: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેએ એવો દાવો કર્યો છે કે રાજકારણમાંથી પવાર અને ઠાકરેના નામોને ‘સમાપ્ત’ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે, આવા પ્રયાસો સફળ થશે નહીં.

પુણેમાં એક મરાઠી ન્યૂઝ પોર્ટલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, રાજ ઠાકરેએ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ બંનેમાં પવાર અને ઠાકરે પરિવારોના લાંબા સમયના પ્રભાવ વિશે ચર્ચા કરી હતી.

આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા

પોતાના પરિવારના રાજકીય અને સાંસ્કૃતિક યોગદાન વિશે વાત કરતા રાજ ઠાતરેએ કહ્યું હતું કે, ‘ઠાકરે બ્રાન્ડની વાત કરીએ તો મારા દાદા પ્રબોધનકાર ઠાકરેનો મહારાષ્ટ્ર પર પહેલો મોટો પ્રભાવ હતો. તેમના પછી બાળાસાહેબ ઠાકરે હતા, ત્યારબાદ મારા પિતા શ્રીકાંત ઠાકરે, જેમણે સંગીતમાં છાપ છોડી. બાદમાં, ઉદ્ધવ અને મેં બંનેએ અમારી અસર પાડી છે.’

તેમણે ઉમેર્યું હતું કે, ભલે આ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા હોય, પરંતુ તે સરળ રહેશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે રાજકીય નેતાઓ બદલાઈ શકે છે, પરંતુ આ પરિવારના નામોનો પ્રભાવ ચાલુ રહેશે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના ઝડપથી વિકસતા રાજકીય ફલકમાં વિપક્ષને સુસંગત રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

રાજની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તેમના અને તેમના પિતરાઈ ભાઈ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંભવિત સમાધાનની ચર્ચાઓ વેગ પકડી રહી છે. બંને લગભગ 20 વર્ષથી રાજકીય રીતે અલગ છે.

મહારાષ્ટ્રના રાજકીય પરિપ્રેક્ષ્યમાં તાજેતરના વર્ષોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. 2022 અને 2023માં ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) બંનેમાં વિભાજન થયું.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હવે શિવસેનાના મોટા ભાગનું નેતૃત્વ કરે છે અને અજિત પવારે એનસીપીના મોટાભાગના વિધાનસભ્યોને શાસક મહાયુતિ ગઠબંધનમાં જોડાવા માટે પોતાની સાથે લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button