મહારાષ્ટ્ર
રાયગડ પોલીસે પાંચ વર્ષમાં હત્યાના 93 ટકા કેસો ઉકેલ્યા

અલિબાગ: રાયગડ પોલીસે છેલ્લાં પાંચ વર્ષમાં હત્યાના 93 ટકા કેસો ઉકેલ્યા હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો. પાંચ વર્ષમાં રાયગડમાં હત્યાના 187 કેસ નોંધાયા હતા, જેમાંથી 173માં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
રાયગડ પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં બળાત્કારના 435 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર એક જ કેસ વણઉકેલ્યો છે. આ સમયગાળામાં વિનયભંગના નોંધાયેલા 663 ગુનામાંથી 643 ઉકેલવામાં આવ્યા હતા. એ જ રીતે બાળકોનાં અપહરણના 696 ગુનામાંથી 623 ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
ગુનાખોરીના આંકડાઓ પર નજર નાખીએ તો હત્યાના પ્રયાસ અને ચોરીના કેસો ઉકેલવાનો દર 99 અને 78 ટકા હોવાનું નોંધાયું હતું. આ વર્ષોમાં રાયગડ પોલીસે દંગલ સંબંધી 926 ગુના નોંધ્યા હતા, જેમાંથી માત્ર બે જ વણઉકેલ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)