મહારાષ્ટ્ર

ભગવાન રામને પૌરાણિક કહીને હિન્દુઓનું અપમાન કર્યું હોવાથી રાહુલ ગાંધી માફી માગે: વીએચપી

નાગપુર: વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભગવાન રામને ‘પૌરાણિક વ્યક્તિ’ કહીને હિન્દુ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને તેઓ માફી માગે એવી માગણી કરી હતી.

અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા વીએચપીના મહાસચિવ (સંગઠન) મિલિંદ પરાંદેએ કહ્યું હતું કે હિન્દુ સમુદાયે ગાંધી જેવા નેતાઓને સત્તામાં આવવા દેવા જોઈએ નહીં.

આપણ વાંચો: અયોધ્યાના રામમંદિરના ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ અમેરિકનોએ વૉશિંગ્ટનના ડીસીમાં કાર રૅલી યોજી

ગયા મહિને યુ. એસ. યુનિવર્સિટીમાં એક વાર્તાલાપ દરમિયાન ગાંધીએ હિન્દુ શું છે તે અંગેના ભાજપના વિચારને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બધા મહાન ભારતીય સમાજ સુધારકો અને રાજકીય વિચારકો – જ્યોતિરાવ ફૂલે, બી. આર. આંબેડકર, મહાત્મા ગાંધી અને ગુરુ નાનક, બસવરાજ અને બુદ્ધે એ જ વાત કહી હતી, ‘સત્ય અને અહિંસાને અને લોકોને તમારી સાથે રાખો.’

‘મારા મતે, આ ભારતીય પરંપરા અને ઇતિહાસનો પાયો છે. હું એક પણ એવી વ્યક્તિને જાણતો નથી જેને આપણે ભારતમાં મહાન માનીએ છીએ જે આ પ્રકારનો ન હોય. હું એક પણ વ્યક્તિ વિશે વિચારી શકતો નથી. બધા પૌરાણિક પાત્રો છે. ભગવાન રામ તે સમયના હતા, જ્યાં તેઓ ક્ષમાશીલ હતા, તેઓ દયાળુ હતા,’ એમ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું.

આપણ વાંચો: સોશ્યલ મીડિયાને ટ્રેક કર્યું હોત તો નાગપુર કારસાની ખબર મળી હોત: ફડણવીસ…

પરાંદેએ કહ્યું હતું કે, ‘અમેરિકા સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાં તેમના ઇન્ટરવ્યુ દરમિયાન ગાંધીએ ભારતીય ઇતિહાસના ઘણા વિષયોને પૌરાણિક કથાઓ ગણાવી હતી અને ભગવાન રામને પૌરાણિક વ્યક્તિ કહ્યા હતા. આમ કરીને તેમણે વિદેશી ભૂમિ પર હિન્દુ સમુદાય અને હિન્દુ આસ્થાનું અપમાન કર્યું છે.’

‘આ આશ્ર્ચર્યજનક નથી કારણ કે 2007માં તત્કાલીન કોંગ્રેસ સરકારે રામ સેતુ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન રામ એક પૌરાણિક વ્યક્તિ છે. તેથી મને લાગે છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ સતત હિન્દુ સમુદાયનું અપમાન કરી રહ્યા છે. વીએચપી આની નિંદા કરે છે અને એવી માગણી કરે છે કે રાહુલ ગાંધીએ તેમના નિવેદનો માટે માફી માગવી જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

ગાંધી જાણતા નથી કે જે કોઈ ભગવાન રામનો વિરોધ કરે છે તેનો નાશ થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button