મહારાષ્ટ્ર

સ્કૂલમાં છોડવાને બહાને નિર્જન સ્થળે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ…

પુણે: સ્કૂલમાં છોડવાને બહાને 14 વર્ષની વિદ્યાર્થિનીને નિર્જન સ્થળે લઈ જઈ તેની સાથે કથિત દુષ્કર્મ કરવા બદલ પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાં ચોથી ડિસેમ્બરે બની હતી. 18 વર્ષના આરોપીએ બે મહિના અગાઉ સગીરા સાથે મિત્રતા કરી તેનો વિશ્વાશ જીત્યો હતો.

ઘટનાની સવારે વિદ્યાર્થિની સ્કૂલમાં જઈ રહી હતી ત્યારે આરોપી તેને રસ્તામાં મળ્યો હતો. બાઈક પર સ્કૂલમાં છોડવાની વાત આરોપીએ ઉચ્ચારી હતી. વિશ્ર્વાસ રાખી સગીરા આરોપીની બાઈક પર બેસી હતી. જોકે સ્કૂલ તરફ જવાને બદલે આરોપી તેને નિર્જન સ્થળે લઈ ગયો હતો અને કથિત દુષ્કર્મ આચર્યું હતું. બનેલી ઘટનાની કોઈને જાણ ન કરવા આરોપીએ સગીરાને ધમકી પણ આપી હતી, એવું વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

ડરી ગયેલી સગીરાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ તાત્કાલિક કોઈને કરી નહોતી. જોકે બાદમાં હિંમત કરીને રવિવારે પિતાને તેણે આપવીતી જણાવી હતી, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351 તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button