મહારાષ્ટ્ર

પુણે સ્વારગેટ કેસઃ પીડિતાએ પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ

પુણેઃ પુણેના સ્વારગેટ કેસની પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ રાજ્યના સચિવને લખેલા પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે. આમાં, આરોપી દત્તા ગાડે દ્વારા યુવતી પર બે વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ત્રીજી વખત, તે યુવતી સાથે કુદરતવિરોધી કૃત્યો કરવા માંગતો હતો, પરંતુ જ્યારે યુવતીએ પ્રતિકાર કર્યો, ત્યારે તે ભાગી ગયો. યુવતીએ કહ્યું છે કે જ્યારે આ કેસની તપાસ શરૂ થઈ, ત્યારે તબીબી અધિકારીઓએ તેની ઇચ્છા વિરુદ્ધ તેનું તબીબી પરીક્ષણ કર્યું. તે જ સમયે, પુરુષ પોલીસ અધિકારીઓ પણ તેની પૂછપરછ કરી રહ્યા હતા, એમ યુવતીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

આરોપી અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા યુવતીના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરતા નિવેદનો આપવામાં આવ્યા હતા. ‘અમે પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને અમારી બદનામી રોકવા અને આવા નિવેદનો પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતું, પરંતુ ધ્યાન આપવામાં આવ્યું નહીં’ તેણે ઉમેર્યું હતું.

આ કેસમાં અજય મિસરને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે તેણે માંગ કરી છે કે આ કેસમાં અસીમ સરોદેને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button