મહારાષ્ટ્ર

નાશિક કુંભમેળાની તૈયારીઓ ધીમી છે, પરંતુ બધા પડકારોને પહોંચી વળીશું: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નાશિકમાં 2027ના સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓ અત્યારે અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિએ ચાલી રહી છે, એવી કબૂલાત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ શ્રદ્ધા અને ટેકનોલોજીનો છે.’

મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે દેશના બાર જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતા ત્ર્યંબકેશ્ર્વર મંંદિરને વિકસિત કરવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે એવી જાહેરાત કરી હતી કે કુંભ મેળા ઓથોરિટી એક્ટ ટૂંક સમયમાં લાવવામાં આવશે.

આપણ વાંચો: Delhi Stampede: દિલ્હીથી કુંભ મેળા માટે 4 સ્પેશિયલ ટ્રેન દોડશે, રેલવેએ વળતરની જાહેરાત કરી

નાશિકમાં આયોજિત સીઆઈઆઈ યંગ ઈન્ડિયન્સના કાર્યક્રમમાં બોલાતં ફડણવીસે આટલા મોટા સ્તરના કાર્યક્રમમાં આવનારા પડકારોનો ઉલ્લેખ કરતાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા પડકારોને પહોંચી વળીશું.

મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે માળખાકીય વિકાસના કામો અત્યારે સમયપત્રક કરતાં ઘણા પાછળ છે અને સ્થિતિ સુધરી રહી છે.
કુંભ મેળાની તૈયારીઓ અમે ગયા વર્ષથી ચાલુ કરી હતી. જો આ તૈયારીઓ 2020માં શરૂ કરી દેવામાં આવી હોત તો અત્યારે વધુ સારી સ્થિતિમાં હોત, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button