મહારાષ્ટ્ર

રાજ્યમાં ‘પોડ કાર પ્રોજેક્ટ’ની શરૂઆત મીરા-ભાયંદરથી કરાશેઃ સરનાઈકની જાહેરાત

મુંબઈઃ ઝડપથી થઇ રહેલા શહેરીકરણને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે ત્યારે ભવિષ્યમાં એલિવેટેડ પોડ-કાર સર્વિસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, એમ શિવસેનાના વિધાનસભ્ય એન ટ્રાન્સપોર્ટ પ્રધાન પ્રતાપ સરનાઇકે વડોદરામાં બની રહેલા વિશ્વના પ્રથમ પોડ-કાર સિસ્ટમની સમીક્ષા કરતા કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીન મહત્ત્વકાંક્ષી એવી મેક ઇન ઈન્ડિયા ઝુંબેશ હેઠળ વડોદરામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઓટોમેટેડ પોડ-કાર એડવાન્સ્ડ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ન્યુટ્રન ઇવી મોબિલિટીની ફ્યુટ્રન સિસ્ટમ પર આધારિત એલિવેટેડ પોડ કાર ભવિષ્યમાં શહેરી ટ્રાન્સપોર્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો: સરકારની એમએમઆરડીએને 12,000 કરોડ રૂપિયાની લોનની ગેરંટી

વસતીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ઓછી જગ્યાનો ઉપયોગ કરીને પરિવહનના નવા વિકલ્પો શોધીને ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા પર ભાર આપતા સરનાઇકે વધુમાં કહ્યું હતું કે પોડ-કાર ઓટોમેટેડ ડિઝાઇન દ્વારા શહેરી વિસ્તારોની કનેક્ટિવિટી માટેના પોડ-કાર ઇકોફ્રેન્ડલી જાહેર પરિવહનનું સાધન હશે ત્યારે આ પ્રકલ્પને મુખ્ય પ્રકલ્પ તરીકે મીરા-ભાયંદરાં લાવવામાં આવશે. તેને મળતા પ્રતિસાદ બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં આ પ્રકલ્પ હાથ ધરવામાં આવશે.

પોડ ટેક્સી પ્રતિ કલાકે 60થી 70 કિલોમીટરની ઝડપે દોડશે તથા તેમાં એક સમયે ઓછામાં ઓછા વીસ લોકો પ્રવાસ કરી શકશે. આ કાર સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક અને બેટરી સિસ્ટમ પર કાર્ય કરશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સમિતિએ પણ દેશના પસર્નલ રેપિડ ટ્રાન્સપોર્ટ (પીઆરટી) તરીકે પોડ કાર અને પોડ ટેક્સી માટેની ભલામણ કરી છે. નેશનલ હાઇવેઝ લોજિસ્ટિક મેનેજમેન્ટ લિ. (એનએચએલએમએલ) હેઠળ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં પણ પીઆરટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button