પવારના ‘પ્રિય’ જયંત પાટીલની બાવનકુળે સાથે મુલાકાત:
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક ભૂકંપના એંધાણ?

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મોટા રાજકીય ઘટનાક્રમો આકાર લઈ થઈ રહ્યા છે. શરદ પવારની એનસીપીના નેતા જયંત પાટિલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ બધા વચ્ચે હવે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને જયંત પાટીલ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બાવનકુળેએ કહ્યું હતું કે આ મુલાકાત અંગત હેતુ માટે હતી. એટલું જ નહીં, બાવનકુળેએ એમ પણ કહ્યું હતું કે મીટિંગ પછી તેઓ પોતે તેમને ઘરની બહાર છોડી ગયા હતા. આ મુલાકાત બાવનકુળેના સત્તાવાર નિવાસસ્થાને થઈ હોવાનું જાણવા મળે છે. આનાથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આપણ વાંચો: ‘શરદ પવાર અમારા નેતા છે’, સંજય રાઉતના બદલાયા સૂર
જયંત પાટિલ ભાજપમાં જોડાશે?
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે જયંત પાટિલ ભાજપમાં જોડાશે. સોમવારે મોડી રાતે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને મળ્યા હતા. આ બેઠક ચંદ્રશેખર બાવનકુળેના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. બાવનકુળેએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ બેઠક રાજકીય નહોતી.
અગાઉની કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જયંત પાટીલ આ પહેલાં પણ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓને મળી ચૂક્યા છે. જયંત પાટિલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આ મીટિંગે આ ચર્ચા ફરી શરૂ કરી છે.
આપણ વાંચો: શરદ પવારે મારું રાજીનામું લેવામાં ઉતાવળ કરી..! છગન ભુજબળ
મુલાકાત અંગે જયંત પાટીલનો ખુલાસો
સોમવારે રાત્રે જયંત પાટિલ બાવનકુળેના ઘરે ગયા અને તેમને મળ્યા હતા. આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, ત્યારે ખુદ જયંત પાટીલે આ અંગે સ્પષ્ટતા કરી છે. સાંગલીમાં મહેસૂલ સંબંધી કેટલાક મુદ્દા અંગે હું બાવનકુળેને મળ્યો હતો. બાવનકુળે અને મેં 25 મિનિટ ચર્ચા કરી, પરંતુ આ મુલાકાત રાજકીય નહોતી.
જયંત પાટીલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે બેઠક દરમિયાન કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી. મુલાકાત દરમિયાન રાધાકૃષ્ણ વિખે-પાટિલ અને પ્રતિનિધિમંડળના નાગરિકો પણ હાજર હતા, અને તેમણે એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન બાવનકુળેને 14 આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.