પંકજા મુંડેના પીએની પત્નીની આત્મહત્યા: પરિવારજનોએ કર્યો સતામણીનો આરોપ

મુંબઈ: રાજ્યનાં પ્રધાન પંકજા મુંડેના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ)ની પત્નીએ ઘરેલું વિવાદને લઇ વરલી વિસ્તારમાં તેના ઘરમાં આત્મહત્યા કરી હતી. આ અહેવાલને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
રાજ્ય પશુપાલન અને પર્યાવરણ પ્રધાન પંકજા મુંડેના પીએ અનંત ગર્જેની પત્ની ગૌરી પાલવે શનિવારે સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બંનેએ ફેબ્રુઆરી, 2025માં લગ્ન કર્યાં હતાં. ગૌરી પાલવે પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડોક્ટર હતી.
આપણ વાચો: મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા
પોલીસના જણાવ્યા અનુસાર ગૌરી પાલવેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પતિ દ્વારા તેને ટોર્ચર કરવા સાથે ત્રાસ આપવામાં આવતો હતો. આને કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું.
તેમણે ગૌરીના મૃત્યુની તપાસની માગણી કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ઘરેલું વિવાદને કારણે ગૌરીએ આત્મહત્યા કરી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. આ પ્રકરણે પોલીસે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.



