મહારાષ્ટ્ર

પાલઘર પોલીસનો ગુના ઉકેલનો દર 89 ટકા

પાલઘર: 2025માં પાલઘર જિલ્લા પોલીસનો ગુના ઉકેલવાનો દર 89 ટકા સુધી પહોંચી ગયો હતો અને વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટનામાં પણ ઘટાડો નોંધાયો હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પાલઘર પોલીસનો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ યતીશ દેશમુખે જણાવ્યું હતું કે હિંસક ગુનાનો આલેખ પણ નીચે ઊતર્યો હતો.

ગયા વર્ષે 1થી 5ની શ્રેણી હેઠળ 2,121 ગુના નોંધાયા હતા, જેમાંથી 1,894 (89 ટકા) ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. તેની સામે 2024માં 2,141માંથી 1,889 ગુના ઉકેલવામાં આવ્યા હતા. ગુનામાં આરોપીઓને સજા અપાવવાનું પ્રમાણ 59 ટકાથી બે ટકા વધ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: સુશાસનમાં પાલઘર પોલીસ અવ્વલ…

2024ની સખામણીએ વીતેલા વર્ષમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુના અનુક્રમે 31 અને 16 સ્થિર રહ્યા હતા. 2024માં જિલ્લામાં હત્યાના 35 અને હત્યાના પ્રયાસના 28 કેસ નોંધાયા હતા.

એ જ રીતે 2024માં જીવલેણ અકસ્માતની 347 ઘટના બની હતી, જેની સામે ગયા વર્ષે 274 ઘટના નોંધાઈ હતી. એ જ રીતે અકસ્માતમાં જખમી થનારાઓનો આંકડો 2024ના 273ની સામે ગયા વર્ષે 277 રહ્યો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button