મહારાષ્ટ્ર

ઔરંગઝેબની કબરની જાળવણી પાછળ સરકારી પૈસા વેડફવાની જરૂર નથી: મનસે

છત્રપતિ સંભાજી નગર: છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરની જાળવણી માટે સરકારના પૈસા ન ખર્ચવા જોઈએ. કબર હટાવવા દબાણ કરી રહેલા જમણેરી સંગઠનો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ મંગળવારે જણાવ્યું હતું.

મધ્ય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લાના ખુલતાબાદમાં સ્થિત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-સંરક્ષિત સ્મારક એવા કબર સાથે સંબંધિત પાંચ માંગણીને લગતું એક મેમોરેન્ડમ રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીના સ્થાનિક પ્રતિનિધિમંડળ દ્વારા કલેક્ટર દિલીપ સ્વામીને સુપરત કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: ઔરંગઝેબની કબર મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આપ્યું નવું નિવેદન, કબર સંરક્ષિત પણ…

મનસેએ જણાવ્યું હતું કે ‘અમે મરાઠાઓએ, અમને ખતમ કરવા આવેલા ઔરંગઝેબને અહીં દફનાવી દીધો છે’ તેવા સંદેશ સાથેનું એક બોર્ડ સ્થળ પર મૂકવું જોઈએ. મેમોરેન્ડમમાં જણાવ્યા મુજબ કબરની નજીક કરવામાં આવેલા કોઈપણ સુશોભનને દૂર કરવામાં આવે અને માળખું ધરાવતો વિસ્તાર સીસીટીવી સર્વેલન્સ હેઠળ હોવો જોઈએ. અને હા, સરકારી નાણાં માળખાની જાળવણી પાછળ ખર્ચવા ન જોઈએ.

પક્ષએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને કબર અંગે જાણકારી મેળવવા માટે મોકલવા જોઈએ જેથી તેઓ વિવાદાસ્પદ મધ્યયુગીન-યુગના મુઘલ સમ્રાટ સાથે સંકળાયેલા ઇતિહાસને જાણી શકે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button