મહારાષ્ટ્ર

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને શરદ પવારની મુલાકાત

પવારે આ મુલાકાતને ‘શુભેચ્છા મુલાકાત’ ગણાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી સોમવારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારને દક્ષિણ મુંબઈમાં તેમની ઓફિસમાં મળ્યા હતા. શરદ પવારે બાદમાં આ મુલાકાતને ‘શુભેચ્છા મુલાકાત’ ગણાવી હતી.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, એનસીપી (એસપી)ના વડાએ કહ્યું હતું કે, ‘કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આજે (સોમવારે) મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આપણ વાંચો: ‘મને ગડકરી, ફડણવીસ પ્રત્યે સહાનુભૂતિ છે કારણ કે….’

આ મુલાકાત દરમિયાન, કેન્દ્ર અને રાજ્યના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.’
એનસીપી (એસપી) મહારાષ્ટ્ર પ્રમુખ જયંત પાટિલ, સાંસદ સુપ્રિયા સુળે, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી મંડળી (એમએસસી બેંક)ના વહીવટી બોર્ડના અધ્યક્ષ વિદ્યાધર અનાસકર અને પાર્ટીના નેતા યુગેન્દ્ર પવાર મુલાકાત વખતે હાજર રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button