ગડકરીએ પોતાના રમુજી અંદાજમાં અધિકારીઓનો ક્લાસ લીધો, ફાઈલ રોકી રાખશો નહીં…

નાગપુરઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીએ નાગપુરમાં રાષ્ટ્રીય પ્રત્યક્ષ કર એકેડેમીના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે મંચ પરથી અધિકારીઓને રમૂજી અંદાજમાં સરકારી ફાઈલો નહીં રોકવાની સલાહ પણ આપી દીધી હતી.
કેન્દ્રીય પ્રધાને મંચ પરથી કહ્યું કે કોઈ પણ બાબતે નિર્ણય ન લેવો એ લોકો માટે દુઃખની વાત છે. સમયસર નિર્ણય લેવો જોઈએ. આપણે ત્યાં લાખો અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ છે જેનો નિર્ણય લેવામાં આવતો નથી, અને આનાથી લોકોને ભારે તકલીફ પડે છે. જેને એક તારીખે પગાર મળે છે તે ક્યારેય વિલંબનો અર્થ સમજી શકતો નથી.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશના બેતુલ-ઈટારસી નેશનલ હાઈવે મુદ્દે નીતિન ગડકરીએ અધિકારીઓને ઝાટક્યા
બાળઠાકરેની સલાહ યાદગાર
નીતિન ગડકરીએ કહ્યું હતું કે એકવાર, જ્યારે હું મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન હતો, ત્યારે હું બાળાસાહેબ પાસે ગયો અને કહ્યું, ‘કામ થતું નથી.’ તેમણે મને અંગ્રેજીમાં એક વાક્ય કહ્યું હતું, ‘મને એવા લોકો ગમે છે, જે કામ કરાવી શકે.’ બાળાસાહેબે કહ્યું, “મેં તમને પ્રધાન બનાવ્યા, હવે તમે જે કરવા માંગો છો તે કરો અને હું એ જ શીખ્યો છું. હું હવે મારા અધિકારીઓને પણ કહું છું, “મને ખબર નથી, પણ તમારે કામ કરવું પડશે.
આ પણ વાંચો: સારું છે બ્રાહ્મણોને આરક્ષણ નથી મળતુંઃ નીતિન ગડકરીએ આમ કેમ કહ્યું…
અધિકારીઓને સલાહ આપી
બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું હતું કે મેં મારા એક અધિકારીને કહ્યું, તમે તો ખૂબ મોટા માણસ છો. તેમણે પૂછ્યું, શું થયું, સાહેબ?’ પછી મેં કહ્યું કે પ્રાચીન ઇતિહાસ એક પ્રિયજનને તેના પ્રિયપાત્ર માટે જે પ્રેમ હોય છે તેની વાર્તાઓથી ભરેલો છે. તમે તે શાશ્વત પ્રેમના સાક્ષી છો.
અધિકારીએ પૂછ્યું “કેમ?” તો મેં કહ્યું, “હું શું કહું? તમને તમારી પત્ની કરતાં ફાઇલો વધુ ગમે છે. એકવાર ફાઇલ આવે છે પછી તમે તેને દબાવીને બેસી જાઓ છો. પછી તેને ખ્યાલ આવ્યો. મેં કહ્યું, તમારે જે પણ નિર્ણય લેવાનો હોય તે લો અને કામ પૂર્ણ કરો.



