મહારાષ્ટ્ર

શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને ગાળો ભાંડી, તેમનાં સંતાનોની કરી મારપીટ: મહિલા વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લામાં પાળેલા શ્વાનને લઇ વિવાદ થતાં પડોશીઓને જાતિવાદી અપશબ્દો કહ્યા બાદ તેમનાં સંતાનોની મારપીટ કરવા બદલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

કેટલીક મહિલાઓ શુક્રવારે આરોપી પાસે ગઇ હતી અને ફરિયાદ કરી હતી કે તેનો શ્વાન શહાપુરમાં તેમના વિસ્તારમાં ઉપદ્રવ પેદા કરી રહ્યો છે.

શહાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાઓની ફરિયાદનું સમાધાન કરવાને બદલે આરોપી મહિલા રોષે ભરાઇ હતી અને તેમને જાતિવાદી અપશબ્દો કહ્યા હતા.

આપણ વાંચો: ભિવંડીમાં યુવકે ગળાફાંસો ખાધો: મહિલા વિરુદ્ધ ગુનો દાખલ

આરોપીએ ત્યાર બાદ તેનો ગુસ્સો પડોશીઓનાં સંતાનો પર ઉતાર્યો હતો. આરોપી મહિલાએ દાવો કર્યો હતો કે તેમનાં સંતાનો ખૂબ અવાજ કરે છે, જેને કારણે શ્વાનને ખલેલ પહોંચે છે.

આરોપીએ બાદમાં પડોશીઓના ત્રણ, સાત અને આઠ વર્ષના સંતાનની મારપીટ કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: ડોંબિવલીમાં મિત્ર સાથે રૂ. 8.17 લાખની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો

આ ઘટના બાદ પડોશીઓએ શહાપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ (કૅર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્ર) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અમે આરોપી મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને તપાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણે હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button