NCPના નુકસાન માટે કોણ જવાબદાર? શરદ પવાર જૂથના સાંસદનો અજિત પવાર પર પ્રહાર

સોલાપુર: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં એનસીપી શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથના વિલીનીકરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે માઢ્યાના શરદ પવાર જૂથના સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર નિશાન સાધ્યું છે. ૨૦૦૯ થી ૨૦૨૪ વચ્ચે એનસીપીને નુકસાન કોણે પહોચાડ્યું? એનસીપીમાં ઘણા લોકો કાતર લઈને બેઠા હતા અને આ કારણે એનસીપીને નુકસાન થયું છે, એમ તેમણે અજિત પવારનું નામ લીધા વિના જણાવ્યું હતું.
‘આ જ કારણસર અમે શરદ પવારથી દૂર રહ્યા છીએ, પરંતુ પાછળથી જયંત પાટીલના કારણે અમને નજીક આવવાની તક મળી અને આજે, શરદ પવાર જૂથે સોલાપુર જિલ્લામાં સૌથી વધુ સાંસદો અને ધારાસભ્યોને ચૂંટ્યા છે,’ એવો દાવો ધૈર્યશીલ મોહિતે પાટીલે કર્યો છે.
આ પણ વાંચો: NCP (SP)નો મુશ્કેલ સમય પણ પાછા આવીશું: શશિકાંત શિંદેએ વ્યક્ત કર્યો વિશ્વાસ
દરમિયાન એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અજિત દાદા પવાર મોહિતે પાટિલની પાંખો કાપવાનું કામ કરી રહ્યા હતા, અને આ જ કારણસર મોહિતે પાટિલ ૨૦૧૯માં ભાજપમાં જોડાયા હતા. જોકે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં નોમિનેશન ન મળતાં મોહિતે પાટિલ ફરીથી શરદ પવાર જૂથમાં જોડાયા અને એમપી સીટ જીતી ગયા. હવે, બંને રાષ્ટ્રવાદીઓ ફરીથી એક સાથે આવવાની ચર્ચાઓ સાથે સાંસદ મોહિતે પાટિલના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.