મહારાષ્ટ્ર

Nanded hospital death case: શિવસેનાના સાંસદ હેમંત પાટીલ પર એટ્રોસિટીનો ગુનો દાખલ

નાંદેડ: નાંદેડની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુની ઘટના બાદ શિવસેનાના સાંસદ હેમંત પાટીલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે હોસ્પિટમાં ફેલાયેલી ગંદકી અને અસ્વચ્છતા જોઇને ભડકેલા હેમંત પાટીલે સીધા હોસ્પિટલના ડીન પાસે જ શૌચાલય સાફ કરાવ્યું હતું. ત્યારે હવે આ હરકત હેમંત પાટીલને ભારે પડી છે. તેમના પર હવે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વિરોધીઓએ ટિકા કરી રાજીનામાની માંગણી કરી હતી. આખરે સાંસદ હેમંત પાટીલ પર નાંદેડના ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાતે ડિન ડો. એસ.આર. વાકોડેએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજના અધિકારીઓ સાથે સાંસદ હેમંત પાટીલ દ્વારા કરવામાં આવેલ ખરાબ વર્તણૂંકને કારણે કર્મચારીઓ અને અધિકારીઓ ગુસ્સે ભરાયા છે. હેમંત પાટીલે આ ઘટના બાબતે માફી માંગવી નહીં તો રાજ્યભરના ડોક્ટર્સ હડતાલ પર ઊતરશે તેવો સંકેત તબિબી અધિકારીઓએ આપ્યો છે. આ ઘટનાને કારણે માત્ર તબિબી અધિકારીઓને માનસીક ત્રાસ થયો એટલું જ નથી પણ આ ઘટના બધા જ ડોક્ટર્સ માટે શરમજનક છે. જો હેમંત પાટીલ માફી નહીં માંગે તો રાજ્યના તમામ ડોક્ટર્સ હડતાલ પર ઊતરશે તેવો સંકેત ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યો છે.

આ ઘટના અંગે સુપ્રિયા સુળેએ હેમંત પાટીલના રાજીનામાની માંગણી કરી છે. જોકે હોસ્પિટલની ખરાબ અવસ્થાને જોતા આવું કંઇક કર્યું હોવાનું હેમંત પાટીલે જણાવ્યું હતું. પાટીલે આ અંગે કહ્યું કે, હોસ્પિટલમાં સફાઇ માટે 260 કર્મચારીઓ છે. 36 દર્દીઓના મૃત્યુ બાદ પણ અધિકારીઓ તેમની કેબિનમાંથી બહાર નથી આવી રહ્યાં. આ હોસ્પિટલમાં ખૂબ જ ગેરવ્યવસ્થા જોવા મળી છે. મારાથી આ જોઇ ન શકાયું પરિણામે મારાથી આ કૃત્ય થયું. પણ એમણે એકલાએ જ નહીં મેં જાતે પણ હોસ્પિટલમાં સફાઇ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…