આમંત્રણ પત્રના અંતે નામ, મુનગંટીવાર નારાજ?
અંગત કારણોસર મુંબઈ હોવાથી હાજર નથી: ફડણવીસનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ચંદ્રપુરના ભૂતપૂર્વ પાલક પ્રધાન સુધીર મુનગંટીવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં આયોજિત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મારોતરાવ ક્ધનમવારના શતાબ્દોત્તર રજત જયંતિ સમારોહમાં હાજરી આપી નહોતી, એવી ચર્ચા થઈ રહી છે કે આમંત્રણ પત્રના અંતે તેમનું નામ લખીને તેમનું અપમાન કરવામાં આવ્યું હોવાથી તેઓ નારાજ હતા. રસપ્રદ વાત એ છે કે, સમારોહના મુખ્ય મહેમાન ચંદ્રપુરના ભાજપ વિધાનસભ્ય કિશોર જોરગેવાર હતા. આ કાર્યક્રમ શુક્રવારે સુધીર મુનંગટીવારની ગેરહાજરીમાં યોજાઈ ગયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુનગંટીવારે કાર્યક્રમના આમંત્રણપત્રના અંતે સુધીર મુનગંટીવારનું નામ મૂકીને કરવામાં આવેલા અપમાન બદલ નારાજી વ્યક્ત કરીને કાર્યક્રમ છોડી દીધો હતો. દરમિયાન, આ કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે એવી સ્પષ્ટતા કરી હતી કે, વિપક્ષનું કામ ટીકા કરવાનું છે, અને તેઓ તે કરતા રહે છે. સુધીર મુનગંટીવારે પોતે મને ફોન કર્યો હતો, તેઓ અંગત કારણોસર કાર્યક્રમમાં હાજર નહોતા.
આપણ વાંચો: મહાયુતિના મહારાષ્ટ્રમાં શ્રી ગણેશ: સુધીર મુનગંટીવારે ઉમેદવારી નોંધાવી
ચંદ્રપુરના પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક હોલમાં વિધાનસભ્ય કિશોર જોરગેવારે સ્વ. મારોતરાવ કન્નમવારના શતાબ્દોત્તર રજત જયંતિ સમારોહનું આયોજન કર્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસનો ખુલાસો
દરમિયાન કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું કે દાદાસાહેબે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. હું આ કાર્યક્રમમાં એટલા માટે આવ્યો છું કે સમાજ આવા મહાન માણસને ભૂલી ન જાય. ચંદ્રપુર વાઘ અને ‘વાર’નો જિલ્લો છે.
મુનગંટીવાર અમારા નેતા છે. અમે દરેક ‘વાર’નો આદર કરીએ છીએ કારણ કે અમે હેડગેવારના અનુયાયી છીએ. મેં સુધીર મુનગંટીવાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગઈકાલે તેને જોરગેવારનો ફોન આવ્યો હતો. જોકે, તેઓ આજે આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં કારણ કે તેઓ કેટલાક અંગત કારણોસર મુંબઈમાં છે.