મહારાષ્ટ્ર

નાગપુર ચૂંટણી: ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન, NCP એકલા હાથે ચૂંટણી લડશે…

નાગપુર: મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીના પક્ષોમાં હજુ પણ અંદર ખાને ખેંચાખેંચી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મંગળવારે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ 151 બેઠકો માટે ઉમેદવારની જાહેરાત કરી હતી, જ્યારે મહાયુતિના અન્ય સાથી પક્ષ, એનસીપીએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપ મહત્તમ 143 બેઠક પર ચૂંટણી લડશે, જયારે શિવસેનાને આઠ બેઠકો મળશે. આ યાદી નાગપુર શહેર ભાજપ પ્રમુખ દયાશંકર તિવારીએ શેર કરી હતી.

મહા વિકાસ આઘાડી (MVA)ના ઘટક પક્ષો, કોંગ્રેસ અને NCP (SP)એ નાગપુર નગરપાલિકાની ચૂંટણી અલગથી લડવાનો નિર્ણય લીધો છે, જેમાં શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીએ સાથી પક્ષ પર 15 બેઠકો ફાળવવામાં ન આવી હોવાનો આરોપ લગાવ્યો છે.

નાગપુર એનસીપી (એસપી)ના પ્રમુખ દુનેશ્વર પેઠેએ મંગળવારે દાવો કર્યો હતો કે સોમવાર રાત સુધી કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા ચાલુ રહી હતી. જોકે, બાદમાં નેતાઓએ અમારા ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું, જે દર્શાવે છે કે તેઓ ગઠબંધન કરવા માંગતા નથી. એવું લાગે છે કે કોંગ્રેસ ભાજપને મદદ કરવા માંગે છે અને અમારી સાથે જોડાણ ન કરવાનો નિર્ણય લીધો છે”, NCP (SP) નેતાએ આરોપ લગાવ્યો.

આ પણ વાંચો…ટિકિટ ન મળતાં એનસીપીના કાર્યકરોનો નાગપુરમાં હંગામો: પાર્ટી ઑફિસમાં તોડફોડ…

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે અને બીજા દિવસે મત ગણતરી કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર છે, જ્યારે 2 જાન્યુઆરી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોની અંતિમ યાદી 3 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે.

2017માં 151 સભ્યોની નાગપુર નગર નિગમ માટે યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં, ભાજપે 108 બેઠકો, કોંગ્રેસે 28, બસપાએ 10, શિવસેના (અવિભાજિત) 2 અને એનસીપી (અવિભાજિત) 1 બેઠક જીતી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button