મહારાષ્ટ્ર

મુંડેનું રાજીનામું ધુળફેંક: શિવસેના (યુબીટી)

હત્યાકેસ ઠંડો પડ્યા બાદ તેઓ ફરી પ્રધાન બનશે એવો મુખપત્રમાં દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)એ બુધવારે એવો દાવો કર્યો હતો કે એનસીપીના નેતા ધનંજય મુંડેનું પ્રધાન તરીકેનું રાજીનામું ફક્ત ધુળફેંક છે. તેમને એવી ખાતરી આપવામાં આવી છે કે બીડના સરપંચની હત્યાના કેસની બાબત ઠંડી પડ્યા બાદ તેમનું ફરી કેબિનેટમાં પુનરાગમન થશે.

આપણ વાંચો: શિવસેના (યુબીટી) મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર દાવો માંડશે: સંજય રાઉત

શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં મુંડેની જોરદાર ટીકા કરવામાં આવી હતી. તેમના નજીકના વાલ્મિક કરાડને સરપંચની હત્યાના કેસમાં માસ્ટરમાઈન્ડ તરીકે દાખવવામાં આવ્યા છે અને તેમના રાજીનામાને નાટકથી વધુ કશું ન હોવાનો દાવો કર્યો હતો.

મુંડેનું રાજીનામું લેવાને બદલે તેમને કેબિનેટમાંથી બરતરફ કરવાની આવશ્યકતા હતી, એમ તેમાં ભારપૂર્વક લખવામાં આવ્યું હતું. મુંડેનું રાજીનામું ધુળફેંક છે અને ફક્ત એક એડજસ્ટમેન્ટ છે, એવો દાવો તેમાં કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button