મહારાષ્ટ્ર

‘એડવાન્ટેજ વિદર્ભ’માં 50,000 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે: નીતિન ગડકરી

નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી હતી કે નાગપુરમાં ‘એડવાન્ટેજ વિદર્ભ’ કાર્યક્રમમાં આવતા મહિને 50,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં એક મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ અને અનેક સ્ટીલ યુનિટ સ્થાપિત કરવામાં આવશે. વધુમાં, દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ બે વર્ષમાં 26-27 ફાલ્કન જેટ એસેમ્બલ કરવાની યોજના ધરાવે છે.

નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક ઓટોમોબાઈલ કંપની ત્યાં એક પ્લાન્ટ સ્થાપશે, જ્યારે ગઢચિરોલી જિલ્લામાં અનેક સ્ટીલ યુનિટ સ્થાપિત કરવામાં આવશે.

આપણ વાંચો: નીતિન ગડકરીએ કરી નવી કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાની જાહેરાત…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે આગામી બે વર્ષમાં અહીંના દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ પ્લાન્ટમાં 26-27 ફાલ્કન બિઝનેસ જેટ સંપૂર્ણપણે એસેમ્બલ કરવામાં આવશે.

‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ‘એડવાન્ટેજ વિદર્ભ’ કાર્યક્રમમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે,’ એમ ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button