પોલીસની વધુ સતર્કતા નાગપુર હિંસાને રોકી શકી હોત: કૉંગ્રેસ નેતા દલવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિનિયર કૉંગ્રેસના નેતા હુસેન દલવાઈએ મંગળવારે કહ્યું હતું કે પોલીસે વધુ સતર્કતા રાખી હોત તો નાગપુરની હિંસાને ટાળી શકાઈ હોત. રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય જેઓ વિપક્ષ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટીના સભ્ય છે તેમણે 17મી માર્ચે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નાગપુરના પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી હતી.
મીડિયાને સંબોધતાં દલવાઈએ એવો સવાલ કર્યો હતો કે શા માટે પોલીસે વિશ્ર્વ હિંદુ પરિષદ અને બજરંગ દળને દેખાવો કરવાની અને નનામી સળગાવવાની પરવાનગી આપી હતી, સામાન્ય સંજોગોમાં આવી પરવાનગી આપવામાં આવતી નથી.
આપણ વાંચો: નાગપુરની હિંસામાં ‘આ’ દેશનું કનેક્શન બહાર આવ્યું, સાયબર સેલને મળી મહત્ત્વની લિંક
મને એવું લાગે છે કે પોલીસે વધુ સતર્ક રહેવાની આવશ્યકતા હતી, તો આ બધું થયું ન હોત. તેમણે ભારપુર્વક કહ્યું હતું કે નાગપુરમાં કોઈ હિંદુ-મુસ્લિમ સંઘર્ષ નથી.
પોલીસે હિંસાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને આવી જ રીતે વીએચપીના દેખાવોમાં સહભાગી થનારા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.