સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભપાત માટે દબાણ કરનારો પકડાયો
સગીરાને ગર્ભપાતની દવા આપનારા ડૉક્ટરની પણ ધરપકડ

થાણે: ઉલ્હાસનગરમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ બનાવટી દસ્તાવેજોને આધારે તેનો ગર્ભપાત કરાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. 17 વર્ષની સગીરાને ગર્ભપાત માટે દવાઓ આપનારા ડૉક્ટરને પણ પોલીસે લૉકઅપભેગો કર્યો હતો.
ઘટના સામે આવે પોલીસે વધુ તપાસ માટે ઉલ્હાસનગરની દફનભૂમિમાં દાટેલા મૃત ભ્રૂણને બહાર કાઢ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરા અને 29 વર્ષનો આરોપી ઉલ્હાસનગરમાં એક જ પરિસરમાં રહે છે. ગયા વર્ષના જુલાઈમાં જમવાને બહાને આરોપીએ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. ઘટના સમયે આરોપીની પત્ની, સંતાનો અને વડીલો તેમના વતન ગયાં હતાં, એમ ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શંકર અવતાડેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો
આરોપીએ અનેક વાર સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની સાથે બનેલી ઘટનાની કોઈને જાણ ન કરવા ધમકી સુધ્ધાં આપી હતી. જોકે બાદમાં સગીરા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આરોપીએ ગર્ભપાત માટે એક ડૉક્ટરે આપેલી દવાઓ સગીરાને આપી હતી.
ગર્ભપાતનો પ્રયાસ નિષ્ફળ જતાં આરોપીએ તેની પત્ની, માતા અને સાસુ સાથે મળી કાવતરું ઘડ્યું હતું. સગીરાના વડીલો વતન ગયા હતા ત્યારે આરોપીએ સગીરાની ખોટી ઓળખ અને ઉંમર દર્શાવતા દસ્તાવેજો ડૉક્ટર સમક્ષ રજૂ કર્યા હતા.
આપણ વાંચો: મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ
કલ્યાણની પાલિકાની હૉસ્પિટલમાં ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આરોપીની પત્ની અને માતાએ મૃત ભ્રૂણને દફનભૂમિમાં દાટી દીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સગીરાની માતા 23 ફેબ્રુઆરીએ વતનથી પાછી ફરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાના વડીલોની ફરિયાદને આધારે પોલીસે ગુનો આરોપીની ધરપકડ કરી હતી.
એ સિવાય ગર્ભપાત માટે શરૂઆતમાં દવા આપનારા ખાનગી ડૉક્ટરની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ચાર મહિલાને પણ આરોપી બનાવવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)